પોરબંદર
પોરબંદર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે.જેમાં પ્રથમ દિવસે 2 કિમિ,10 કિમી અને દિવ્યાંગોની 5 કિમિ સ્પર્ધામાં 300થી વધુ સ્વીમરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિજેતાઓ ને સ્થળ પર જ ઇનામ આપવામાં આવ્યા હતા.
પોરબંદરના રમણીય દરિયામાં લોકોનો ભય દૂર થાય તેમજ લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનો શનિવારથી ઉત્સાહભેર પ્રારંભ કરાયો છે.આ સ્પર્ધા માં ભાગ લેવા ભારતભર માંથી 600થી વધુ તરવૈયાઓ પોરબંદર આવ્યા છે.પ્રથમ દિવસે 2 કિમિ અને 10 કિમિ તથા દિવ્યાંગોની 5 કિમીની સ્પર્ધામાં 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં 35 જેટલા પેરા એટલેકે દિવ્યાંગ સ્વીમરો પણ જોડાયા હતા.રાષ્ટ્રધ્વજ ને સલામી આપી નેવીના કોમોડોર નીતિન બીશ્નોય દ્વારા સ્પર્ધા નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સ્વિમિંગ દરમ્યાન રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, માછીમાર સમાજના પીલાણા સતત તૈનાત રખાયા હતા. ઉપરાંત રિંગ,બોયા,લાઈફ જેકેટ ની પણ વ્યવસ્થા કરાઈ હતી.અને 15 થી વધુ ક્યાક પણ રેસ્ક્યુ કામગીરીમા જોડાયા હતા.કોરોના ને ધ્યાને લઇ એકીસાથે સ્પર્ધકો દરિયા માં ન ઝંપલાવે તે માટે ત્રણ ત્રણ સ્પર્ધકો ને તબક્કાવાર રવાના કરવામાં આવ્યા હતા.અને સ્પર્ધા ના પરિણામ માટે દરેક સ્પર્ધક ના હાથ માં ટાઈમિંગ ચીપ ફીટ કરાઈ હતી.ઉપરાંત તમામ વિજેતાઓ ને સ્થળ પર જ ઇનામ આપવામાં આવ્યા હતા.મોટી સંખ્યા માં શહેરીજનો પણ સ્પર્ધકો ને બિરદાવવા ચોપાટી ખાતે ઉમટી પડ્યા હતા.
2 કિમીની સ્પર્ધામાં 14 થી 45 વય કેટેગરીમાં વિજેતા થયેલના નામ
રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધામાં પ્રથમ દિવસે શનિવારે 2 કિમીની 14 થી 45 ની કેટેગરીમાં પુણેના તનિષ્ક કુડલેએ 28 મિનિટ 17 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે સુરતનો વિષ્ણુ સારંગ બીજા નંબરે અને પુણેનો હાર્દિક સારંગ ત્રીજા ક્રમે આવ્યો હતો. ઉપરાંત આ જ કેટેગરી માં અમદાવાદ ની ત્રણ મહિલાઓ માં પ્રજ્ઞા મોહન ૩૬મિનીટ ૪૪ સેકન્ડ માં ટાર્ગેટ પૂર્ણ કરી પ્રથમ ક્રમે, જીનલ પિત્રોડા બીજા અને નિવા રાવલ ત્રીજા ક્રમે આવી છે.
2 કિમીમાં 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં વિજેતા થયેલના નામ
2 કિમીમાં 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં મહારાષ્ટ્રના સતારા ગામના કિરણભાઈ પવેકર ૪૦ મિનીટ ૧૫ સેકન્ડ માં ટાર્ગેટ પૂર્ણ કરી પ્રથમ, મહારાષ્ટ્રના સાંગલીના નારાયણ હઝારે બીજા ક્રમે અને સુરત ના વિનોદ સારંગ ત્રીજા ક્રમે , મહિલા કેટેગરીમાં બરોડાની માધુરી પટવર્ધન એક કલાક ૮ મિનીટ અને ૩૬ સેકન્ડ સાથે પ્રથમ, બરોડાની વિભા દેશપાંડે બીજા ક્રમે અને મુંબઈની પ્રીતિ ચવાણ ત્રીજા ક્રમે આવી છે.
એક સ્પર્ધક નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રવેશ ન અપાયો
સુરત થી તેના પિતા સાથે સ્પર્ધામાં ભાગ લેવા આવેલ વીસ વર્ષીય યુવાનનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાથી તે જે હોટલ ખાતે ઉતર્યો હતો ત્યાંથી તેને સિવિલ હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને તેને સ્પર્ધા માં ભાગ લેવા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
જુઓ આ વિડીયો
જુઓ ડ્રોન કેમેરા ના દ્રશ્યો