પોરબંદર
પોરબંદર જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અગમચેતી ના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલ ઉપરાંત નર્સિંગ સ્કૂલ ખાતે પણ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા તંત્ર એ તૈયારી હાથ ધરી છે.
પોરબંદર જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે તૈયારી શરૂ કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો વિપુલ મોઢા એ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમ્યાન સિવિલ હોસ્પિટલને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.તે સમયે કોરોના ના કેસ વધતા બેડ પણ ખૂટયા હતા.જેથી તાકીદે નર્સિંગ સ્કૂલ ખાતે કોવીડ હોસ્પિટલ કાર્યરત કરાઈ હતી.ત્યારે આ વખતે પણ અગમચેતીના ભાગરૂપે નર્સિંગ સ્કૂલ ખાતે બેડ, દવાઓ સહીત ની સુવિધા ઉભી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.નર્સિંગ સ્કૂલ ખાતે ઓક્સિજન સેન્ટર લાઇન છે.જેથી બેડ ગોઠવી જરૂરી દવાઓ,બાટલા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.ત્રણ દિવસમાં આ કામગીરી પુરી કરવામાં આવશે તેવું જાણવા મળે છે.