પોરબંદર
પોરબંદરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.ત્યારે વિલા સર્કિટ હાઉસ સામેના રસ્તે ગોઠણડૂબ પાણી ભરાયા હતા.વિલાનું નવીનીકરણ નું કામ ચાલુ હોય અને પાણી નિકાલની ગટર બુરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું.પાણી ભરાવાથી અગાઉ ક્યારેય ચોમાસા માં પણ ન સર્જાયા હોય તેવા અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા.પાલિકા ની ટીમે તુરંત દોડી જઈ પાણી નો નિકાલ કરવા વ્યવસ્થા કરી હતી.
પોરબંદરના ચોપાટી પાસે આવેલ વિલા સર્કિટ હાઉસ સામે કમોસમી વરસાદ ના કારણે પાણી ભરાયું હતું.આ વિસ્તારના રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતા અહીંથી વાહન લઇ ને પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું.જેથી સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી.જેથી પાલિકા ટીમ દ્વારા આ વિસ્તાર માંથી વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા કરવામાં આવી હતી.પાલિકા ટીમે જણાવ્યું હતું કે વિલા સામેથી પાણીના નિકાલ માટે જે લાઇન છે.તે લાઇન વિલા નીચેથી નીકળે છે.અને આ પાણી સીધું દરિયામાં જાય તેવી વ્યવસ્થા છે.પરંતુ હાલ વિલાનું નવીનીકરણ નું કામ ચાલુ હોય જેથી અંડરલાઇન બંધ થતાં વરસાદી પાણી ભરાયું છે.જેથી ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.આટલું પાણી તો ક્યારેય ચોમાસા દરમ્યાન પણ ન ભરાયું હોવાનું સ્થાનિકો એ જણાવ્યું હતું અને વધુ વરસાદ વરસ્યો હોત તો આ વિસ્તાર ના ઘરો માં પણ પાણી ઘુસી જવાની ભીતિ સેવાઈ રહી હતી.
જુઓ આ વિડીયો