પોરબંદર
પોરબંદર માં ૯૦ વરસ થી બ્રહ્મસમાજ ના બાળકો ને વિનામૂલ્યે સંસ્કૃત ભાષા સહીત કર્મકાંડ નું શિક્ષણ આપતી માણેકબાઈ પાઠશાળા માં વિદ્યાર્થીઓ ને ભાગવત સપ્તાહ સહીત કથાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળે તે માટે દર વરસે સંસ્થા ખાતે ભાગવત સપ્તાહ યોજવામાં આવે છે જેમાં દરરોજ અલગ અલગ વિદ્યાર્થી કથા નું પઠન કરે છે
પોરબંદર સહીત આસપાસ ના પંથક ના બ્રહ્મસમાજ ના બાળકો ને ૯૦ વરસ થી વિનામૂલ્યે તાલીમ અને રહેવા જમવા સહીત ની સુવિધા આપતી માણેકબાઈ પાઠશાળા માં ૪૦ થી વધુ બાળકો કર્મકાંડ અને વેદ,સંસ્કૃત ની તાલીમ લઇ રહ્યા છે.જેમને અત્યાર નું આધુનિક શિક્ષણ એટલે કે અંગ્રેજી અને કોમ્પ્યુટર ની પણ અહી તાલીમ આપવામાં આવે છે. અહીના પ્રધાન આચાર્ય શાસ્ત્રી જીતેન્દ્રભાઈ મણિશંકર જોશી સહીત અન્ય ગુરુજનો ના માર્ગદર્શન હેઠળ આ છાત્રો તાલીમ મેળવી રહ્યા છે અહી કર્મકાંડ ની તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવ્યા બાદ ભાગવત સપ્તાહ, શિવકથા,રામકથા સહીત ની કથાઓ વ્યવસ્થિત રીતે વાંચી સકે તે માટે અત્યારે વિદ્યાર્થીઓ ને અભ્યાસ ની સાથોસાથ પ્રેક્ટીકલ તાલીમ મળે તે માટે દર વરસે અહી ભાગવત સપ્તાહ યોજાય છે જે હાલ સંસ્થા ખાતે ચાલી રહી છે જેમાં સંસ્થા માં અભ્યાસ કરતા અલગ અલગ વિદ્યાર્થીઓ જ વ્યાસપીઠ પર બેસી અને કથા વાંચે છે અહીના પ્રધાન આચાર્ય શાસ્ત્રી જીતેન્દ્રભાઈ મણિશંકર જોશી ,શાસ્ત્રીજી સંજયભાઈ ડી.ભોગાયતા,વ્યવસ્થાપક કેયુરભાઈ જોશી,વેદ અધ્યાપક અશોકભાઈ બાંભણિયા,કાન્તીભાઈ જોશી સહીત ના ગુરુજનો ના માર્ગદર્શન હેઠળ આ છાત્રો તાલીમ મેળવી રહ્યા છે ઉપરાંત દર મહીને એક વાર પુનમ ના દિવસે યજ્ઞ પણ યોજાય છે જેમાં પણ તમામ વિધિ અહી ના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે
જુઓ આ વિડીયો