પોરબંદર
આજના મોંઘવારી નાં સમયમાં લગ્ન અને એ પણ ખાસ કરીને દિકરી નાં લગ્ન કરવા એ માવતર માટે ચિંતા નો વિષય છે અને દિકરી નાની હોય ત્યાર થી જ મા બાપ દિકરી નાં લગ્ન અંગે ચિંતીત હોય છે દિકરી માટે સારું પાત્ર મલ્યા બાદ નાના પરીવાર માટે કરિયાવર, વાડી,ગોરબાપા,જમણવાર ,સગાસંબંધી જાન સાચવવાની થી લઈને નાની નાની બાબતમાં ખર્ચ અને વ્યવસ્થા અંગે ચિંતીત હોય ત્યારે રઘુવંશી સમાજ ની સંસ્થા જલારામ મિત્ર મંડળ દ્વારા સમાજ ની દીકરીઓ ની માવતર ની ચિંતા નો સચોટ ઉકેલ એટલે એની ટાઇમ મેરેજ નું વરસો થી આયોજન કરવામાં આવે છે. જેમાં રઘુવંશી સમાજ ની દીકરી નાં પરીવાર માટે વાડી,ગોરબાપા, કરિયાવર, મંડપ,જમણવાર થી લઈને જાન ની વેલકમ થી વિદાય સુધી ની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા કોઈ પણ જાતના ટોકન ચાર્જ વગર એની ટાઇમ એટલે કે દીકરી ના પરીવાર ની અનુકૂળ તારીખ મુજબ ,સંસ્થા ના નિયમો મુજબ નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે
અત્યાર સુધી માં સંસ્થા દ્વારા ૨૪ જેટલા એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈ કાલે 8 ડીસેમ્બર ને રવિવારે સંસ્થા દ્વારા ૨૫ માં એનીટાઇમ મેરેજ નું યોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન જલારામ આદર્શ લગ્નવિધી અનુસાર છાંયાની વાલીમા લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં રાણા કંડોરણા ના ભરતકુમાર ગોપાલજી રાયકુંડલીયા ની પુત્રી અંકિતા ના લગ્ન માધવપુર ના રમેશભાઈ પરમાનંદદાસ નથવાણી ના પુત્ર પાર્થ સાથે યોજાયા હતા. જેનો તમામ ખર્ચ અને વ્યવસ્થા આ પ્રસંગના મુખ્ય યજમાન સ્વ.કાંતિલાલ પ્રભુદાસ કારિયા તથા રસીલાબેન કે કારીયા પરિવાર તરફથી ભોગવવામાં આવ્યો હતો ત્યારે આગામી ૨૬ માં લગ્ન તા. ૧૪-૨-૨૦૧૯ રોજ યોજાશે તેવી જાહેરાત થઇ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા જલારામ મિત્ર મંડળના પ્રમુખ અરવિંદભાઇ રાજા,કમિટી અધ્યક્ષ રાકેશભાઇ મોનાણી તથા મુકેશભાઇ પી. કકકડ, મિલનભાઈ આર. ચોટાઇ, બ્રિજેશભાઈ આર. ઠકરાર,યોગેશભાઈ બુદ્ધદેવ, ભરતભાઈ કોટેચા,રાજુભાઈ ઠકરાર,નિરવ લાખાણી ,રસિકભાઈ તન્ના .હસુભાઈ ગોકાણી,અનિલભાઈ રૂઘાણી મહિલા વિભાગના ચંદ્રીકાબેન કકડ, ચંદ્રીકાબેન સાગોઠીયા, અલ્કાબેન ચોટાઇ, ગીતાબેન રાજા, ઇલાબેન મોનાણી, હેતલબેન ઠકરાર, જીગ્નાબેન બુધ્ધદેવ, ભાનુબેન તન્ના સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ આયોજનને દુર્ગાબેન લાદીવાલાનો તથા છાયા લોહાણા મહાજન નો પણ પૂર્ણ સહકાર મળ્યો હતો.
ગરીબ પરિવાર આર્થિક બોજા નીચે દબાઈ જાય તે માટે આયોજન
જલારામ મિત્ર મંડળના પ્રમુખ અરવિંદભાઈ રાજાએ જણાવ્યું હતું કે, રઘુવંશી સમાજ ની કોઈપણ દિકરીના લગ્ન કરવાના હોય તો અમને 8 દિવસ અગાઉ જાણ કરે તો ગમે ત્યારે એટીએમ લગ્ન કરાવી આપીએ છીએ.આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે અમુક દીકરીઓના પરિવારજનો પુત્રી ના લગ્ન માટે દેવુ કરી વ્યાજના વિષચક્ર માં ન ફસાય અને આર્થિક બોજા તળે ન દબાઈ તે માટે મિત્રમંડળ દ્વારા ગમે ત્યારે લગ્ન કરી આપવામાં આવે છે.
દીકરીના પરિવારજનો ની આંખોની પાંપણ ભીની થઈ
પ્રસંગમાં દીકરી ના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સંસ્થાના પ્રયાસોથી અમારી દીકરી અમે ઘરે લગ્ન કરી વળાવતા હોય તેવો અહેસાસ થાય છે અને લોહાણા સમાજના આગેવાનો દ્વારા જે કામ કરાઈ રહ્યું છે તેમનાથી અમારી છાતી ગજગજ ફૂલી ઉઠે છે. સંસ્થા એક સરાહનીય કામ કરી રહી છે. શબ્દ બોલતી વેળાએ દીકરીના પરિવારજનો ની આંખોની પાંપણ ભીની થઈ ગઈ હતી.