Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માધવપુર હાઇવે પર આવેલ ભાદર નદી પર ના જુના પુલ ને ૧૧૮ વરસ પૂર્ણ :આજે પણ અડીખમ

પોરબંદર
પોરબંદર માધવપુર હાઇવે પર આવેલા જુના ભાદર પુલ ના લોકાર્પણ ને આજે તા ૨૦ ઓક્ટોબરે ૧૧૮  વરસ પૂર્ણ થયા છે. ૧૧૮  વરસ બાદ પણ અંગ્રેજો અને રાજાશાહી ના જમાના નો આ  પુલ આજે પણ અડીખમ સ્થિતિ માં જોવા મળે છે જયારે બાજુ માં નિર્માણ કરાયેલ નવા પુલ ના કેટલાક ગાળા માત્ર પચીસ વરસ માં ધરાશાયી થયા હતા
પોરબંદરથી માધવપુર નેશનલ હાઈવે ઉપર રાજાશાહી વખતનો જુનો ભાદર પુલ આવેલો છે. આ ભાદર પુલ નું તા. ૨૦ ઓક્ટોબર ૧૯૦૧ ના રોજ લોકાર્પણ કરાયું હતું . જેઠવા રાજવંશના રાણા ભાવસિંહજી માધવસિંહના શાસનકાળમાં આ ભાદર પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોરબંદરથી  માધવપુર અવરજવર કરતી રૈયત માટે અંગ્રેજો ના સમય માં આ મજબુત પુલનું નિર્માણ કર્યું હતું. દિવાન અને એન્જીનીયરની દેખરેખ હેઠળ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. રાજાશાહી વખતમાં જેઠવા વંશના રાણા ભાવસિંહજી માધવસિંહના શાસનકાળમાં ભાદર પુલનું નિર્માણ કરાયું હતું અને સ્વ. દિવાન મણીલાલ અજીતરાય ઠાકોર બી.એ. ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર એન્જીનીયર જે.જે.બી. બેન્સનએ પુલને તૈયાર કર્યો હતો. વર્ષો પહેલા તૈયાર કરવામાં આવેલ આ પુલ આજે પણ ખૂબ જ મજબુત અને અડીખમ છે આ પુલ ની સામે જ નવો ભાદર પુલ લાખો રૂપીયાના ખર્ચે બંધાવવામાં આવ્યો હતો. પરંતુ બે દાયકા થી થોડા વધુ સમય બાદ જ એ નવા પુલના બે ગાળા તૂટી ગયા હતા અને હાલ પણ તૂટી ગયેલા પૂલનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં પરીસ્થિતી જેમ ની તેમ જ છે. જે સમયે નવો બંધાવાયેલ પુલના ૨ ગાળા તૂટ્યા હતા ત્યારે તમામ વાહનો ને જુના ભાદર પુલ પર ડાઈવર્ઝન અપાયું હતું અને મધ્ય પ્રકારના વાહનોને અહીંથી પસાર થવા દેવામાં આવતા હતા.જેથી ઘેડ પંથક સહીત અનેક લોકો માટે આ પુલ ખુબ અતિ ઉપયોગી સાબિત થયો હતો અને  જુનો રાજાશાહી સમય નો આ પુલ આજે પણ ઉપયોગી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે