પોરબંદર
રાણાવાવ પંથક માં ભારે વરસાદ ના કારણે ભોરાસર સીમ શાળા માં અભ્યાસ કરતા ૮૮ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેઓને મોડી સાંજે પાણી ઓસરતા ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
રાણાવાવ પંથક માં 4 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ અને ખેતરો માં પાણી ભરાયા હતા.ત્યારે ભોરાસર સીમ શાળા જતા રસ્તે પણ કમરડૂબ પાણી ભરાયા હતા.સીમ શાળા થી બહાર જતા રસ્તામાં આવતા વોકળામાં વધારે વરસાદની લીધે પાણી આવ્યું હતું.અને બાળકો પરત જઈ શકે તેમ ન હતા.આ શાળા માં ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાંથી ૧૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા હતા.જેમાં થી ૬૨ વિદ્યાર્થીઓ શાળા ના આસપાસ ના વિસ્તાર માં રહેતા હોવાથી તેના વાલીઓ લઇ ગયા હતા.જયારે ૮૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકો રસ્તા પર પાણી ભરાયા હોવાથી શાળા એ જ ફસાયા હતા.તંત્ર ને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા પાણી ઉતરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ને ત્યાં જ રાખવા સુચના આપવામાં આવી હતી.મોડી સાંજે પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.