પોરબંદર
પોરબંદર જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો ની શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તા સુધારવા મીટીંગ નું આયોજન કરાયું હતું.
પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કે ડી કણસાગરા ના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક અને વહીવટી બાબતો ની ચિંતન મીટીંગ યોજવામાં આવી હતી.આ મીટીંગ માં શાળાનું પરિણામ સુધરે અને જિલ્લા નું પણ પરિણામ સુધરે તે માટે આયોજન કરવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી કે ડી કણસાગરા દ્વારા આપવામાં આવી હતી.શાળામાં શિક્ષકો વિષય અંગે સજ્જતા કેળવે, સ્વચ્છતા જળવાય,શાળા માં તમામ બાળકોનું ૧૦૦ ટકા વેક્સિન કાર્ય પૂર્ણ થાય,લોકશાહી ના જતન માટે શાળાની ઈલેકટોરલ લિટરસી ક્લબ દ્વારા મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચિંતન મીટીંગ ની શરૂઆત માં વર્ગ ૨ માં અધિકારી એસ એચ સોની અને નમ્રતાબા વાઘેલા દ્વારા શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલ.વિદ્યાર્થીના હિત માં સંવેદનશીલતા દાખવી સાચા કર્મયોગી બની શિક્ષણ દ્વારા સમાજસેવા કરવા ની પ્રેરણા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ આવી હતી.