પોરબંદર
પોરબંદર જીલ્લા ની ૩૮ શાળાઓ ને સ્વચ્છ વિદ્યાલય પુરષ્કાર અપાયા છે.
પોરબંદર જિલ્લાની ૩૮ શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર આપવામાં આવ્યા હતા.આ શાળાઓ દવારા વિવિધ કેટેગરીમાં જેમકે પીવાનુ પાણી,ટોઈલેટ,સાબુથી હાથ ધોવા,બિહેવીયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, ઓપરેસન એન્ડ મેઈન્ટેનન્સ, કોરોના કાળ દરમિયાન શાળાની તૈયારીઓ જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગ્રામ્ય તેમજ શહેરી શાળાઓને ૧૫ હજાર, ૧૨ હજાર, ૧૦ હજાર, ૭ હજાર જેટલી રકમોનું પુરસ્કાર રાશી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
ભારત સરકારના સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૦૨૧–૨૨ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાની ૫૨૦ શાળાઓએ ભાગ લીધો હતો.જે પૈકી જિલ્લાની ઓવરઓલ કેટેગરીમાં ૮ અને સબ કેટેગરીમાં ૩૦ શાળઓની પસંદગી તથા આ કુલ ૩૮ શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨કમ તથા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, શિક્ષણ સમિતીના ચેરમેન આવડાભાઇ ઓડેદરા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કણસાગરા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રોજેકટ ઈજનેર તેમજ શિક્ષણ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહયા હતા.