પોરબંદર
પોરબંદર ૧૮૧ અભયમ ટીમ દ્વારા રાણાવાવ ખાતે બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.
પોરબંદર ખાતે જાગૃત નાગરીકે ૧૮૧ મા ફોન કરી જણાવ્યું હતું કે રાણાવાવમા કિશોરી ના બાળલગ્ન થઈ રહ્યાં છે.જેની ઉંમર ૧૭ વર્ષની જ છે.તેથી અભયમ ટીમ ને માહિતી મળતા સાથે જ કેસની ગંભીરતા જોઈ કોઈ પણ વિલંબ કર્યા વિના ટીમ તુરંત ઘટના સ્થળ પહોચી હતી.અને કિશોરી નુ કાઉન્સેલિંગ કર્યું હતું તથા તેની લગ્ન કંકોત્રી જોતા આજે જ તેના લગ્ન રાખ્યા હતા.
પરંતુ તેના ડોકયુમેન્ટ તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે કિશોરી ની ઉંમર ૧૮ વર્ષ કરતા ઓછી છે.તેથી અભયમ ટીમ દ્વારા તેના માતા-પિતા ને તેમજ વડિલો ને સમજાવવામાં આવ્યા હતા કે બાળ લગ્ન કાયદાકીય ગુનો બને છે.તેમજ કિશોરી ની ઉંમર પુખ્ત ન થાય ત્યાં સુધી લગ્ન ન કરાવવા માટે સમજાવ્યા હતા.અને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે કિશોરી ના માતા -પિતા ને માહિતગાર કર્યા હતા.સાથોસાથ જીલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને બનાવ અંગે જાણ કરી હોવાથી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ પણ આવી હતી.અને આગળની કાર્યવાહી બાળ સુરક્ષા એકમને સોપવામાં આવી હતી.