પોરબંદર
પોરબંદર ની સરકારી હોસ્પિટલ ના ઓર્થોપેડિક તબીબ મનમાની ચલાવતા હોવાની અને જ્ઞાતિવાદ કરતા હોવાની ફરિયાદ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા આરોગ્યમંત્રી ને કરાઈ છે.
પોરબંદર ના આરટીઆઈ એક્ટીવીસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા એ આરોગ્ય મંત્રી તથા આરોગ્ય કમિશ્નર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે હાડકાના સર્જન તરીકે ફરજ બજાવતા ડો. તોસીફ છુટાણી તેની નોકરી દરમ્યાન સમયસર ઓ.પી.ડી.માં હાજર રહેતા નથી.તેમાં પણ બપોર પછી તો ઓ.પી.ડી. માં આવતાં જ નથી.તેમજ પોતાની સેવામાં પણ ભેદભાવ રાખે છે.સરકારી દવાખાનામાં કોઈ ભેદભાવ રાખ્યા વગર દર્દી તપાસવાના હોય છે.તેને બદલે તેની જ્ઞાતિના લોકોને ગમે તે સમયમાં તપાસી દવા આપે છે.અને ઓપરેશન થીયેટરમાં પણ વઘુ સારવાર આપે છે.અને સરકારની દવા પોતાના ઘરે લઈ જાય છે.ઉપરાંત ખાનગી દવાખાનામાં પણ સારવાર આપે છે.જે સરકારના કાયદા વિરુદ્ધ છે અને તેઓ જ્ઞાતિ વાદ રાખી ને આવી રીતે જ કાર્ય કરતાં રહેશે તો સંગઠનોને સાથે રાખી જનતા રેડ કરવાની પણ ચીમકી આપી છે.જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.