પોરબંદર
તાજેતર માં ઇન્ડિયન પિંચેક સિલાટ ફેડરેશન ના કુશળ નેતૃત્વમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સીટી રોહતક હરિયાણા ખાતે પ્રી-ટીન,સબ જુનિયર અને જુનિયર ની જુદી જુદી એઇજ અને વેઇટ કેટેગરી ની રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધાનું આયોજન તા . ૨૪/૧૨/૨૦૨૧ થી તા.૨૭/૧૨/૨૦૨૧ સુધી કરવામાં આવેલ.આ સ્પર્ધામાં ઓલ ગુજરાત પિંચેક સિલાટ એસોસિએશન ની સિલેકશન પ્રક્રિયા બાદ તેમના માર્ગદર્શન માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના પોરબંદર પિંચેક સિલાટ એસોસિએશન ના ચાર વિદ્યાર્થીઓ પ્રિયાંશી મીનેશભાઈ ડોશી,નારાયણી સુનિલભાઈ જોશી,પાર્થ વિક્રમજીભાઈ ઓડેદરા ,જૈમિલ વિશાલભાઈ પંડ્યા અને ટીમ કોચ તરીકે પિંચેક સિલાટ અને માર્શલ આર્ટસ એક્સપર્ટ મહેશ મોતીવરસ ગુજરાત ની ટીમ માં સમાવેશ થયેલ.
કોચ મહેશ મોતીવરસ ના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ ખુબજ સુંદર પ્રદર્શન કરી બે મેડલ પ્રાપ્ત કરેલ છે.જેમાં નારાયણી સુનિલભાઈ જોશી એ ૯૧ કિ.ગ્રા. જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.જ્યારે પાર્થ વિક્રમજીભાઈ ઓડેદરાએ ૬૩ કિ.ગ્રા. સબ જુનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આ નેશનલ ચેમ્પિયનશિપ માં ગુજરાત ને બે મેડલ અપાવી ગુજરાત રાજ્ય અને પોરબંદર ની યશ કલગી માં વધારો કરેલ છે.
આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે સાંસદ સભ્ય અને ચીફ પેટ્રોન ઓફ ઇન્ડિયન પિંચેક સિલાટ ફેડરેશન ના ડો.કિરીટભાઈ સોલંકી, ઓલ ગુજરાત પિંચેક સિલાટ અસોસીએશિન ના પ્રમુખ અરુણ સાધુ,ઉપપ્રમુખ બદ્રીનાથ પાંડે,સેક્રેટરી શ્રધ્ધાબેન પટેલ,પોરબંદર પિંચેક સિલાટ સ્થાપક પ્રમુખ અને એક્સટ્રીમ ફિટનેસ કેર ના વિવિધ માર્શલ આર્ટસ અને ફિટનેસ એક્સપર્ટસ કેતન કોટિયા ,સુરજ મસાણી,જયેશ ખેતરપાલ,દીપક રાનીંગા વગેરે એ સિલેક્ટ થનાર અને મેડલ પ્રાપ્ત કરી ચેમ્પીયન થનાર તમામને શુભેચ્છા પાઠવેલ છે.આ પ્રસંગે ઇન્ડિયન પિંચેક સિલાટ ફેડરેશન ના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ ઇકબાલએ માર્શલ આર્ટસ અને પિંચેક સિલાટ એક્સપર્ટઝ મહેશ મોતીવરસ નું વિશેષ સન્માન કરેલ.
જુઓ આ વિડીયો