પોરબંદર
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લાના બે આઈકોનિક સ્થળો કીર્તિમંદિર તથા માધવપુર બીચ સહિત ચોપાટી વગેરે સ્થળોએ લોકોએ સમુહમાં યોગાભ્યાસ કરીને તન અને મનની શાંતિ મળે તે હેતુથી દૈનિક જીવનમાં નિયમિત યોગ કરવા યોગપ્રેમીઓ સંકલ્પબધ્ધ થયા હતા.આ સાથે જ લોકશાહી દેશમાં મતનું ખુબ જ મહત્વ હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં યોગ દિવસ સાથે સાથે શાળા-કોલેજોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રાણાવાવ નગરપાલિકા શહેરી વિસ્તાર યોગ કાર્યક્રમ સરકારી હાઇસ્કુલ રાણાવાવ ખાતે યોજાયો હતો.જેમાં યોગ સાથે સાથે મતદાર યાદીમાં નોંધણી કરવાનો સંદેશ અપાયો હતો.લોકશાહીનાં જતન માટે જાગૃત મતદારની ભૂમિકા ખુબ જ જરૂરી છે.ત્યારે વિધાર્થીઓ પણ મતદાનનું મહત્વ સમજે અને પરિવાર તથા અન્ય લોકોને મતદાનનું મહત્વ સમજાવી શકે અને સમાજમાં હકારાત્મક સંદેશો પહોંચે તે માટે ઇલેકટોરલ લિટરેસી કલબ સરકારી હાઇસ્કુલ દ્રારા નવતર પ્રયોગ કરાયો હતો.અને શાળાનાં વિધાર્થીઓ લાઇનમાં ઉભા રહીને અંગ્રેજીમાં VOTE બનાવીને મતદાનનું મહત્વ સંદેશ આપ્યો હતો.