પોરબંદર
પોરબંદર ના રાતડી ગામે દરિયાકાંઠા ના જંગલ માંથી વૃક્ષો કાપતા ચાર શખ્સો ને વન વિભાગે ઝડપી લઇ તેને રૂ ૪૦,૦૦૦ નો દંડ કર્યો હતો.
પોરબંદર તાલુકાના રાતડી ગામ નજીક દરિયા કાંઠાના અનામત જંગલ વિસ્તાર માંથી ગાંડા બાવળના લાકડા કાપવામાં આવતા હોવાની માહિતી ના આધારે વન વિભાગ ની ટીમે ચેકિંગ હાથ ધરી લાકડા કાપી રહેલા રાજુ ગોરધન વાઘેલા (રહે. ઇન્દિરા નગર),અજય બાબુ ચુડાસમા (રહે. છાંયા),સન્ની બાબુ ચુડાસમા (રહે. છાંયા)તથા અર્જુન અરભમ કડછા (રહે,પોરબંદર) ને રંગે હાથ ઝડપી લીધા હતા.અને તમામ શખ્સો ને રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા રૂ. ૪૦,૦૦૦/-જેટલો દંડ તથા જંગલને થયેલ નુકશાની વળતર વસુલ કરવામાં આવ્યું છે.
આ શખ્સો પાસે થી બે પેટ્રોલ કરવતો તથા ૧.૬ ટન જેટલા કપાયેલ લાકડા પણ કબજે કરવામાં આવ્યા છે.દરિયા કાંઠાના જંગલો દરિયાઈ ખારા પવનને રોકી ખેતીના પાકોને થતું નુકશાન અટકાવવામાં માટે ખુબ ઉપયોગી છે.ત્યારે આ શખ્સો તેનું નિકંદન કાઢી રહ્યા હતા.આવા તત્વો ને ઝડપી લેવા વન વિભાગના સ્ટાફ દ્વારા આ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાનું નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા એ જણાવ્યું છે.