પોરબંદર
પોરબંદર ખાણખનીજ વિભાગે ત્રણ સ્થળો એ દરોડા પાડી રેતી ચોરી અને રેતી નું ગેરકાયદે વહન ઝડપી લઇ સ્થળ પર થી રૂ ૬૦ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.
પોરબંદર ખાણખનીજ વિભાગને કુતિયાણાના રોધડા ગામે ભાદર નદી ના પટ્ટ વિસ્તારમાં રેતીચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા ડ્રોન ની મદદ લઇ રેતીચોરી ના સ્થળની ઓળખ કરી ત્યાં દરોડો પાડ્યો હતો.જ્યાં એક લોડર મશીન દ્વારા સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરી તેને ડમ્પર માં ભરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.ઉપરાંત સ્થળ પર લોડર દ્વારા ભરાયેલ સાદી રેતી ભરેલ ટ્રક પણ મળી આવ્યો હતો.આથી ખાણખનીજ વિભાગે ડમ્પર, ટ્રક તથા લોડરને સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.એ સિવાય કુતિયાણા ના અમર ગામ નજીક થી સાદી રેતી ના ઓવરલોડ ભરેલા બે ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા.તથા રાણાવાવ નજીક હાઈવે પર રેતી ભરેલું ડમ્પર રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે.ત્રણેય સ્થળો એ થી કુલ રૂ ૬૦ લાખ નો મુદામાલ સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.