પોરબંદર
યુકે થી ગઈકાલે પોરબંદર આવેલા યુવાન તથા નડીયાદ થી આવેલ યુવતી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બન્ને ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.યુકે થી આવેલ યુવાન નું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલાયું છે.
પોરબંદર જીલ્લા માં પણ ધીમે ધીમે કોરોના સંક્રમણ માં વધારો થઇ રહ્યો છે.અગાઉ કોરોના ના કારણે વૃધ્ધા નું અવસાન થયા બાદ નૈરોબી થી પોરબંદર આવેલ વૃદ્ધ નો ઓમીક્રોન રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.ત્યાર બાદ કોરોના ના વધુ બે કેસ સામે આવ્યા છે.જેમાં મૂળ પોરબંદર નો યુવાન લંડન થી પોરબંદર આવવા માટે ફ્લાઈટ મારફત અમદાવાદ સુધી આવ્યો હતો.અહી એરપોર્ટ પર તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે પોઝીટીવ આવ્યો હતો.આથી તેને વધુ સારવાર તેના વતન પોરબંદર ખાતે લેવી હોવાથી ખાસ વાહન મારફત પોરબંદરની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો.તેની ટ્રાવેલ હિસ્ટરી વિદેશની હોવાથી તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર ખાતે મોકલાયું છે.
તો મૂળ પોરબંદર અને હાલ નડીયાદ ખાતે અભ્યાસ કરતી વીસ વર્ષીય યુવતી નો પણ નડીયાદ ખાતે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને પણ વધુ સારવાર અર્થે તેના પરિવારજનો પોરબંદર ની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા છે.અન્ય એક દર્દી ને સીટીસ્કેન રીપોર્ટ માં કોરોના સંક્રમણ થયું હોવાનું સામે આવતા તેને પણ સિવિલ હોસ્પીટલે સારવાર માં ખસેડી તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેનો રીપોર્ટ આજે રવિવારે આવશે.જીલ્લા માં અત્યાર સુધી માં કોરોનાના કુલ ૩૪૦૭ કેસ નોંધાયા છે.કોરોના સંક્રમણ વધતું જતું હોવાના કારણે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ માં પણ વધારો કરી દરરોજ 8૦૦ થી વધુ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.