પોરબંદર
પોરબંદર જીલ્લાનું ધો. ૧૦નું પરિણામ ૫૯.૦૫ ટકા જાહેર થયું છે.જેમાં એ-વન ગ્રેડમાં માત્ર ૩૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.પરીક્ષા માં ખેડૂત અને તબીબ ની પુત્રીઓ એ ૯૯ પી આર મેળવી મેદાન મળ્યું છે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર થયું છે.જેમાં પોરબંદર જીલ્લાનું ૫૯.૦૫ ટકા પરિણામ આવ્યું છે. કુલ ૭૦૪૫ વિદ્યાર્થીઓમાંથી ૬૯૮૪એ પરિક્ષા આપી હતી,જેમાંથી ૩૯ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, ૩૭૩ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ, ૭૭૯વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ, ૧૧૭૧ વિદ્યાર્થીઓએ બી-ટુ ગ્રેડ, ૧૧૩૫ વિદ્યાર્થીઓએ સી-વન ગ્રેડ, ૫૮૦વિદ્યાર્થીઓએ સી-ટુ ગ્રેડ અને ૪૬ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.૧૫૦૭ વિદ્યાર્થીઓ ઈ-વન, ૧૩૫૩ વિદ્યાર્થીઓએ ઈન્ટુ ગ્રેડ મેળવ્યો હોવથી પરિણામ સુધારણા ની જરૂર છે.
જો કે ઇ.સ. ૨૦૨૦માં પોરબંદરનું પરિણામ ૫૯.૫૨ ટકા અને ૨૦૧૯નું પરિણામ ૬૨, ૬૧ ટકા આવ્યું હતું તેની સરખામણી એ નબળું પરિણામ ગણી શકાય.કેન્દ્રવાઈઝ જોઈએ તો પોરબંદરનું પરિણામ ૫૭.૬૬ ટકા કુતિયાણાનું ૬૪.૮૪ ટકા,રાણાવાવનું ૪૧.૩૨ ટકા, માધવપુરનું ૭૩.૪૩ ટકા, રાણાકંડોરણાનું ૬૯.૪૧ ટકા, વિસાવાડાનું ૫૨.૭૮ ટકા, દેવડાનું ૬૩.૩૯ ટકા, મહિયારીનું ૮૧.૭૮ ટકા, નાગકાનું ૫૮.૩૩ ટકા અને બળેજનું ૫૪.૭૧ટકા પરિક્ષામ જાહેર થયું છે.
રાણાવાવના પરિણામમાં ૩૪ ટકા જેટલો ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે રાણાવાવ કેન્દ્રનું ૨૦૨૦માં પરિણામ ૭૫.૦૪ ટકાઆવ્યું હતું જયારે આ વર્ષે માત્ર ૪૧.૩૨ ટકા પરિણામ જાહેર થયું છે.ફોરમ અશોકભાઈ પુરોહિત નામની વિદ્યાર્થીની એ ૯૯.૯૯ પીઆર સાથે એ-૧ ગ્રેડ માં અવ્વલ સ્થાન મેળવ્યું છે.તેણે સમાજ અને ગણિત વિષય માં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે.ફોરમ ના પિતા અશોકભાઈ આયુષ તબીબ તરીકે આરોગ્ય વિભાગ માં ફરજ બજાવે છે.ફોરમે દરરોજ ૬ ક્લાક વાંચન કર્યું છે.અને વગર ટ્યુશને તેણે આવી જ્વલંત સફળતા મેળવી છે.તે પણ પિતા ના પગલે તબીબ બનવા માંગે છે.તો વાછોડા ગામે ખેતી કરતા બાલુભાઈ ખુંટી ની પુત્રી નેહલે ૯૯.૯૭ પી આર મેળવી એવન ગ્રેંડ માં બીજું સ્થાન મેળવ્યું છે.તે પણ તબીબ બનવા માંગતી હોવાનું જણાવ્યું હતું.