પોરબંદર
ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પોરબંદર જીલ્લાનું ૮૫.૩૦ ટકા પરિણામ જાહેર થયું છે,જેમાં ૧૧ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.ફર્નીચરનું કામ કરતા યુવાન ની પુત્રી એ ૯૯.૮૫ પી આર મેળવ્યો છે.જયારે તમન્ના મહીડા નામની વિદ્યાર્થીની એ પણ ટોપ ટેન માં સ્થાન મેળવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પોરબંદર જીલ્લાનું ૮૫.૩૦ ટકા જેટલું ઊંચું પરીણામ જાહેર થયું છે.જેમાં પોરબંદર જીલ્લા માં કુલ જુદા જુદા કેન્દ્રો ઉપર નોંધાયેલા ૩૧૯૧માંથી ૩૧૪૯ વિદ્યાર્થીઓએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં ૧૧ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ અને ૨૩૩ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ બી-વન ગ્રેડ ૫૨૨, બી-ટુ ગ્રેડ ૭૬૮, સી-વન ગ્રેડ ૭૨૭, સી-ટુ ગ્રેડ ૩૮૯, ડી-ગ્રેડ ૩૬ અને પરિણામ સુધારાની જરૂર છે.તેવા ૫૦૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રવાઈઝ પરિણામ જોઈએ તો પોરબંદરનું પરિણામ ૮૨.૩૩ ટકા,કુતિયાણાનું ૮૮.૬૩ ટકા,રાણાવાવનું ૭૮.૫૯ ટકા, માધવપુરનું સૌથી વધુ ૯૮.૩૧ ટકા અને મહિયારીનું ૯૭.૬૮ ટકા તથા રાણાકંડોરણાનું ૮૫.૦૨ ટકા પરિણામ જાહેર થયું છે.પોરબંદર ની ખાનગી શાળા માં અભ્યાસ કરતી કોરિયા જાનકી મનોજભાઈ નામની વિદ્યાર્થીનીએ 99.85 પીઆર મેળવ્યો છે.આ વિદ્યાર્થીનીના પિતા ફર્નિચર નું કામ કરે છે.જાનકી એ દરરોજ ૧૪ કલાક મહેનત કરી હતી.અને ખાસ કરી ને મોબાઈલ માં સોશ્યલ મીડિયા થી દુર રહી ને માત્ર અભ્યાસ પુરતો જ મોબાઈલ નો ઉપયોગ કર્યો હતો.
ઉપરાંત માત્ર શાળાકીય અભ્યાસ માં જ ધ્યાન આપ્યું હતું.ટ્યુશનમાં પણ તે ગઈ ન હોવાનું જણાવ્યું હતું.અને હવે તે બીસીએ કરવા માગતી હોવાનું પણ જણાવ્યું હતું.એ સિવાય પોરબંદર ની જ અન્ય એક ખાનગી શાળા માં અભ્યાસ કરતી તમન્ના યુનુસભાઈ મહીડા એ પણ ૭૦૦ માંથી ૬૫૮ માર્ક મેળવી શાળા માં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.અને ૯૯.૯૫ પી આર મેળવી પોરબંદર માં પણ ટોપ ટેન માં સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધી બદલ તેની શાળા ના ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.