પોરબંદર
પોરબંદર ના વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા રોકડીયા હનુમાન મંદિરે રામધુન અને હનુમાન ચાલીસા ના પાઠ કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોમા સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ માં બાળકોએ ભગવાનના વસ્ત્રો પહેરી રામધૂન બોલી હતી.
વર્ષનો છેલ્લો દિવસ 31મી ડિસેમ્બરના રોજ લોકો નાચગાન,ખાણીપીણી સહીત વિવિધ પ્રકારે ઉજવણી કરતા હોય છે અને નવા વર્ષને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજતા હોય છે.ત્યારે પોરબંદરના વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા 31 ડિસેમ્બરને શુક્રવારે રોકડીયા હનુમાન મંદિરે સવારે 10 થી 12 સુધી રામધુન નું આયોજન કરાયું હતું,જેમાં ભક્તિ સંગીતના શિબિરાર્થી બાળકો દ્વારા 11 હનુમાન ચાલીસાના સંગીતમય પાઠ તેમજ રામધૂન બોલવામાં આવ્યા હતા.જેમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.
સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ મુજબ આ ઉજવણી કરવામાં આવી છે.જેથી બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન થાય.થર્ટી ફર્સ્ટના ડિસ્કો પાર્ટી નહિ પણ રામધૂન બોલી સત્સંગ કરી નવાવર્ષની શરૂઆત થાય અને લોકોનું નવુવર્ષ સારું જાય તે હેતુથી આ સત્સંગ યોજવામાં આવ્યો હતો.તેમજ બાળકોએ સાંતા ક્લોઝ નહિ પરંતુ દેવી દેવતાઓની વેશભૂષા પહેરી આવ્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકો અને સત્સંગીઓ જોડાયા હતા.અને ધાર્મિક વેશભૂષા ધારણ કરેલા બાળકો ને પાયોનિયર ક્લબ પોરબંદર,સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા ઇનામ આપી ને પ્રોત્સાહિત પણ કરાયા હતા.અન્ય બાળકો ને પણ ઇનામ અપાયા હતા.હનુમાન ચાલીસા અને રામધુન ના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ તકે થેલેસેમિયા પીડિત બાળકો ના લાભાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાયોનિયર ક્લબ ના પ્રમુખ,પ્રવીણભાઈ ખોરાવા,લીલાબેન મોતીવરસ, મહેન્દ્રભાઈ જુંગી,જ્યેન્દ્રભાઈ ખૂંટી,દિલીપભાઈ ગંધા, હાજર રહીને બાળકોને ઇનામો આપ્યા હતાં.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લીલાબેન મોતિવરસ,હેતલબેન સાણથરા,દિપાબેન ભોગયાતા,નિલાબેન થાનકી વગેરેએ સહયોગ આપ્યો હતો.
જુઓ આ વિડીયો