પોરબંદર
પોરબંદર જિલ્લો સહકાર ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.જિલ્લામાં મુખ્ય વ્યવસાય ખેતી – પશુપાલન અને મત્સ્યઉદ્યોગ છે.જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ૬૬૭ મંડળીઓ નોંધાયેલી છે.જ્યારે ૨૦૨૧-૨૨ માં ૧૩ નવી મંડળીઓ નોંધાય ને સહકાર થી સમૃદ્ધિ તરફ આગળ વધી રહી છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહકાર થી સમૃદ્ધિ તરફ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રે થયેલી પ્રગતિની ગાથા રજૂ કરવાની સાથે સફળ મંડળીઓ સાથે સંવાદ કર્યા હતા.પોરબંદર જિલ્લો પણ સહકારી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. જિલ્લામાં કુલ ૬૬૭ સહકારી મંડળઓ પૈકી પોરબંદરમાં ૪૮૦, રાણાવાવમાં ૬૭ તથા કુતિયાણામાં ૧૨0 સહકારી મંડળઓ કાર્યરત છે.
પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩ નવી મંડળીઓ નોંધાય છે.જેમાં દુધ ઉત્પાદક મંડળીઓ,મત્સ્ય મંડળી,ગ્રાહક ભંડાર,ખેત ઉત્પાદક,સેવા મંડળ સહિત મંડળીઓનો સમાવેશ થઈ છે.