પોરબંદર
પોરબંદરના સાંદિપની રોડ પર આવેલ નવી કોર્ટ નજીક દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળે છે.જેથી વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદરના સાંદિપની રોડ પર આવેલ નવી કોર્ટ નજીક દીપડાએ દેખા દીધી છે.આ વિસ્તારમાં જિલ્લા સેવા સદન-2 , સાંદીપની શ્રીહરિ મંદિર, સ્કૂલો,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,આયુર્વેદ હોસ્પિટલ ઉપરાંત રહેણાંક મકાનો અને દુકાનો આવેલ છે.આ વિસ્તાર માં દીપડાએ દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળે છે.જો કે હાલ દીપડાએ કોઈ મારણ કર્યું હોવાનું સામે આવ્યું નથી પરંતુ આ વિસ્તારમાં પશુપાલકો પણ વસવાટ કરે છે.ત્યારે દીપડો પશુઓનું મારણ કરી શકે છે.જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.