પોરબંદર
પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે શની જયંતિ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.
સોમવતી અમાસ અને શની જયંતી નો સુભગ સમન્વયનો અનેરો મહિમા છે.ત્યારે પોરબંદર નજીક હાથલા ગામે આવેલ ભગવાન શનિદેવ ના જન્મસ્થળ ખાતે શની જયંતી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.મંદિર ખાતે બાવન ગજ ની ધ્વજારોહણ,મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.પોરબંદર ઉપરાંત રાજ્યભર ના દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અહી ઉમટી પડ્યા હતા.અને મંદિર ના પટાંગણ માં આવેલ શની કુંડ માં સ્નાન કર્યા બાદ વિવિધ પૂજા અર્ચના અને હોમ હવન કરી શનિદેવ ને સિંદૂર,કાળા અડદ,કાળા તલ,તેલ ચડાવીને રીઝવવા પ્રયાસ કર્યો હતો.
માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી,તેવી લોકવાયકા ના કારણે મોટી સંખ્યા માં ભક્તો એ મંદિર ખાતે પોતાના પગરખા નો ત્યાગ કર્યો હતો.આથી અહી બુટ ચંપલ ના પણ ખડકલા થયા હતા.પોરબંદર થી હાથલા સુધી યોજાયેલી પદયાત્રા માં પણ ૪૦૦ થી વધુ લોકો જોડાયા હતા.સમગ્ર હાથલા ગામ જય જય શનિદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.તો અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જુઓ આ વિડીયો