પોરબંદર
પોરબંદરની ગોઢાણીયા કોલેજ ના સ્ટાફ દ્વારા કોલેજ ની દીવાલ પાસે આવેલ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ માં રોષ જોવા મળે છે.
પોરબંદરની ગોઢાણીયા કોલેજના ગેઇટ થી પક્ષી અભયારણ્ય સુધી ના રસ્તા પર આવેલા ઘેઘુર અને ઘટાદાર વૃક્ષો કોલેજ ના વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ગરમીમાં છાંયડો અને ઠંડક આપતા હતા.પરંતુ કોલેજના સ્ટાફ દ્વારા ૫ વૃક્ષોની તમામ ડાળીઓ કાપી નાખવામાં આવી છે.જયારે બે વૃક્ષને તો જડમૂળ માંથી કાપી નાખવામાં આવ્યા છે.ત્યારે કોલેજના સ્ટાફે એવો બચાવ કર્યો હતું કે વૃક્ષોની ડાળીઓ વીજ વાયરને અડતી હોવાથી વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે.
જ્યારે પર્યાવરણ પ્રેમી રાજુભાઇ પરમારે એવું જણાવ્યું હતું કે તંત્ર દ્વારા માત્ર નડતરરૂપ ડાળીઓ નું ટ્રીમિંગ કરવામાં આવે છે.પરંતુ કોલેજ દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ કરવાના બહાને વૃક્ષોની તમામ ડાળીઓ કાપી નાખી નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.અને વૃક્ષોનું કટિંગ કરી લાકડા કોલેજમાં ખડકી દીધા છે.ત્યારે આ અંગે કોઈ તંત્રની મંજૂરી લેવામાં આવી છે.કે કેમ તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે હાલ ના ગ્લોબલ વોર્મિંગ ના સમય માં એક એક વૃક્ષ કીમતી છે.અને એક વૃક્ષ ની માવજત અને જતન પાછળ વરસો વીતી જાય છે.ત્યારે એકીસાથે આટલા વૃક્ષો ની નિર્મમ હત્યા ના કારણે પર્યાવરણ પ્રેમીઓ માં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે આ વગદાર માનવામાં આવતી કોલેજ ના સંચાલકો સામે તંત્ર કોઈ પગલા લે છે.કે નહી તે તો આવનારો સમય જ બતાવશે.પરંતુ હાલ આ બનાવ ના પગલે લોકો માં આક્રોશ ની લાગણી જોવા મળે છે.
જુઓ આ વિડીયો