પોરબંદર
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ થી બોર અને કુવામાં કેમીકલયુક્ત લાલ પાણીના કારણે સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.જે અંગે પોરબંદર ટાઈમ્સના અહેવાલ બાદ તંત્ર ની ઊંઘ ઉડી છે અને પાણી પુરવઠા બોર્ડ અને જીપીસીબી ની ટીમો એ સ્થળ પર દોડી જઈ પાણીના સેમ્પલ લીધા છે.
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં અનેક ઉદ્યોગો,ખેતરો ઉપરાંત રહેણાંક સોસાયટીઓ આવેલી છે.સમગ્ર વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર,ડંકી,કુવામાં લાલ કલરનું કેમીકલયુક્ત પાણી આવી રહ્યું છે.જેના કારણે ખેડૂતો,સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગકારો ને પાણી વેચાતું લેવું પડે છે.અને લાલપાણી ના કારણે અનેક લોકો ને ચામડી ના રોગ થયા છે.જે અંગે તાજેતર માં પોરબંદર ટાઈમ્સ દ્વારા સ્થાનિકો ના ઈન્ટરવ્યું સાથે નો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ તંત્ર ની ઊંઘ ઉડી છે.અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારો માંથી પાણી ના સેમ્પલ લેવાયા છે.
જો કે પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી એ એવું જણાવ્યું હતું કે તેની લેબ માં માત્ર પાણી પીવાલાયક છે કે નહી અને તેમાં ક્ષાર નું પ્રમાણ કેટલું છે.તે અંગે જ જાણી શકાય છે.પરંતુ અહી પાણી હેવી કેમીકલયુક્ત હોવાથી આ અંગે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની લેબ દ્વારા સેમ્પલ લેવામાં આવે તો જ તેમાં ક્યા કેમિકલ અને મેટલ છે.તે સામે આવી શકે.આથી કલેકટર દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને પણ પાણી ના સેમ્પલ એકત્ર કરવાની સુચના આપતા તેની ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરાઈ છે.બન્ને ના રીપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.