Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં દિવાળી પછી પણ રીયલ એસ્ટેટ માં સ્થિતિ જૈસે થે:ઇન્વેસ્ટરો ગાયબ:માત્ર જરૂરિયાત વાળા ની ખરીદી

પોરબંદર

પોરબંદર માં રીયલ એસ્ટેટ ના વ્યવસાય ને હજુ પણ કોરોના ની કળ વળી ન હોય તેમ સામાન્ય સ્થિતિ જોવા મળે છે.

કોરોનાનો કહેર પોરબંદર ના રિયલ એસ્ટેટ વ્યવસાય પર પણ જોવા મળી રહ્યો છે.કોરોનાના કહેર ને કારણે નવા મકાન ખરીદવાની પૂછપરછમાં ભારે ઓટ આવી હતી.લોકોની ખરીદશક્તિ ઘટતાં રિયલ એસ્ટેટને મંદીનુ ગ્રહણ લાગ્યુ હતું. કોરોનાના કપરા કાળમાં આવક ઘટી હતી.ત્યારે ગ્રાહકો હોમલોનનું જોખમ લેવા તૈયાર નથી.તેથી પણ મકાનના વેચાણમાં ઘટાડો જોવા મળતો હતો.જો કે દિવાળી બાદ રીયલ એસ્ટેટ ના વ્યવસાય માં તેજી ની સંભાવના જોવા મળતી હતી.પરંતુ હજુ પણ સ્થિતિ જૈસે થે જોવા મળે છે.

અગ્રણી બિલ્ડર હર્ષિતભાઈ રૂઘાણી એ જણાવ્યું હતું કે હજુ પણ સ્થિતિ માં ખાસ સુધારો જોવા મળતો નથી.જેને મકાન ની જરૂરિયાત છે તે જ ખરીદી કરે છે.ઇન્વેસ્ટરો જોવા મળતા નથી.શહેર મધ્યે આવેલા એસવીપી રોડ ઉપરાંત શહેર ની બહાર આવેલ બોખીરા અને પરેશનગર વિસ્તાર માં વધુ દસ્તાવેજો થાય છે.જો કે નાના બજેટ ના મકાનો ની ડીમાંડ જ વધુ રહે છે.જીલ્લા સબ રજીસ્ટ્રાર એચ જી કુકડીયા એ જણાવ્યું હતું કે દરરોજ સરેરાશ ૩૫ દસ્તાવેજ નોંધાય છે.દિવાળી ના તહેવાર દરમ્યાન મુહુર્ત હતા.ત્યારે સરેરાશ ૫૦ દસ્તાવેજ થતા હતા.માસ વાર વાત કરીએ તો ઓગસ્ટ માસ માં ૮૦૧ દસ્તાવેજ,સપ્ટેમ્બર માં ૮૪૧,ઓક્ટોબર માં ૮૭૧ નવેમ્બર માં ૬૦૯ અને ચાલુ માસ માં અત્યાર સુધી માં ૩૪૦ દસ્તાવેજ નોંધાયા છે.આગામી સમય માં પ્રોપર્ટી બજાર ઉંચકાય તેવી સૌ આશા રાખી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે