પોરબંદર
પોરબંદર ની સી સ્વીમીંગ ક્લબ ના સભ્ય એ ખેલ મહાકુંભ ની રાજ્યકક્ષા ની સ્વીમીંગ કોમ્પિટિશન માં ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા છે.શહેર માં એક પણ સ્વીમીંગ પુલ ની સુવિધા ન હોવા છતાં દરિયા માં તાલીમ લઈ ને તેઓએ આ સિદ્ધિ મેળવી છે.
પોરબંદર ની શ્રી રામ સી સ્વિમિંગ કલબ સભ્ય ગોપાલભાઇ કોટીયા એ ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ની સ્વિમિંગ કોમ્પીટીશન માં ૬૦ વર્ષ થી ઉ૫ર ની કેટેગરી માં બ્રેસ્ટ સ્ટ્રોક,ફ્રી સ્ટાઈલ,અને બેકસ્ટોક ત્રણેય ઇવેન્ટમાં બીજા ક્રમે વિજેતા થઇ સીલ્વર મેડલ મેળવી શ્રી રામ સી સ્વિમિંગ કલબ તથા પોરબંદર નુ નામ સ્વીમીંગ ની સ્પર્ધામાં ગુજરાત લેવલે રોશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર માં સ્વીમીંગ પુલ ના હોવા છતા દરીયામાં તાલીમ મેળવીને તેઓ વિજેતા બન્યા છે.સંસ્થા ના સભ્યો એ જણાવ્યું છે કે જો શહેર માં સ્વીમીંગ પુલની સુવિધા હોય તો ટેકનીકથી સ્વીમીંગ શીખીને ગોપાલભાઇ જેવા કેટલાય તરવૈયા ઓ સ્વીમીંગ માં શહેર નુ નામ રોશન કરે તેમ છે.શહેર માં માછીમારી નો વ્યવસાય કરતા ઘણા લોકો ને તરતા આવડતુ નથી.આથી અવાર નવાર દરીયામાં બોટ ડુબી જવાથી અકસ્માતે તેમનુ મુત્યુ થાય છે.ચોમાસાની સીઝન માં માછીમારી નો વ્યવસાય બંધ હોવાથી ખલાસીઓ ને ફુરસદ હોય છે.આથી સ્વીમીંગ પુલ હોય તો આ સમય દરમ્યાન તેઓ ૫ણ તરવાની તાલીમ લઇ શકે ને દરીયાની અંદર થતા અકસ્માત ના બનાવો થી તેઓનો બચાવ થઇ શકે આ માટે શહેર માં સ્વિમિંગ પુલ ની ખાસ જરૂરીયાત હોવાનું પણ જણાવ્યું છે.
જુઓ આ વિડીયો