પોરબંદર
પોરબંદર ના બરડા અભયારણ્ય માં આવેલ સાત વીરડા નેસ ખાતે ૨૦૧૪ થી કાર્યરત લાયન જીનપુલ સેન્ટર નો વ્યાપ વધારવામાં આવશે.
તાજેતર માં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવ સાસણગીર ની મુલાકાતે આવ્યા હતા.ત્યારે પ્રોજેક્ટ લાયન અંતર્ગત સિંહો ના વૈકલ્પિક વસવાટ માટે પોરબંદર નજીક આવેલ ૧૯૨.૩૧ ચો કિમી વિસ્તાર ધરાવતા બરડા અભયારણ્ય માં સાત વીરડા રાઉન્ડ માં ભૂખબરા નેશ માં ૨૦૧૪ થી સિંહો ના જતન અને સંવર્ધન માટે કાર્યરત લાયન જીનપુલ સેન્ટર નો વ્યાપ વધારવા માટે ની યોજના કાર્યરત કરવા અંગે ચર્ચાઓ કરાઈ હતી.
પોરબંદર ના નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે ગીરના એશિયાટીક લાયન પર જોખમ સર્જાય તો સૌરાષ્ટ્ર્રમાં તેને બીજુ સલામત ઘર મળે તેવા હેતુ સાથે બરડા ડુંગરમાં સિંહ વસાવવા માટેની પ્રક્રિયા ૨૦૦૨ની સાલથી શરૂ થઈ હતી.અને 13-10-2014 ના રોજ યુવરાજ અને સરીતા તથા નાગરાજ અને પાર્વતી નામના બે સિંહ યુગલ પ્રાયોગિક ધોરણે લાવવામાં આવ્યા હતા.અને અહી સિંહો ના વસવાટને સફળતા મળી હોય તેમ હાલ માં ચાર સિંહ બાળ,2 સિંહણ અને એક સિંહ વસવાટ કરી રહ્યા છે.તો અહીં ઉછરેલા ચાર સિંહ સિંહણ ને અત્યાર સુધી માં શક્કરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે.
સિંહો ને બરડા નું વાતાવરણ સંપૂર્ણપણે માફક આવી ગયું છે.હાલ માં તો સિંહો ને દરરોજ શક્કરબાગ ઝૂ ખાતે થી દરરોજ ખોરાક પૂરો પાડવામાં આવે છે.પરંતુ આ સિંહો ભવિષ્ય માં જાતે શિકાર કરી શકે તે માટે બરડા અભ્યારણમાં ચિતલ અને સાંભરનું બ્રિડીંગ સેન્ટર પણ ૨૦૦૨ થી કાર્યરત છે.જો કે આગામી સમય માં જીનપુલ સેન્ટર નો વ્યાપ કઈ રીતે વધારવામાં આવશે.અને પ્રોજેક્ટ લાયન હેઠળ વધુ સિંહો લાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.