પોરબંદર
પોરબંદરમાં ધો. 12 સાયન્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીએ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.આ છાત્રનાં પિતા અનાજ ની ઘંટી ચલાવે છે.સામાન્ય પરિવારના પુત્રએ 12 સાયન્સમાં સિદ્ધિ હાંસલ કરતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
પોરબંદરના કસ્ટમ ઓફિસ નજીક મહાકાળી મંદિર પાસે રહેતા પ્રતીક જયેશગીરી ગૌસ્વામી નામના વિદ્યાર્થીએ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 સાયન્સમા 99.85 પીઆર સાથે જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.આ વિદ્યાર્થી ઘરે દરરોજ 10 કલાકથી વધુ ના સમય સુધી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતો હતો.અને મહત્વની વાત એ છે કે,આ વિદ્યાર્થીએ ટ્યુશન કલાસ જોઈન કર્યા વગર ઘરે મહેનત કરીને 12 સાયન્સમાં A ગ્રુપમાં સ્થાન પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવ્યો છે.
આથી પણ મહત્વની વાત એ છે કે,લોકો એવું માનતા હોય કે ડોકટર,એન્જીનીયર કે શ્રીમંત પરિવારના બાળકો જ અભ્યાસમાં સારા માર્કે પાસ થતા હોય છે.પરંતુ આ વિદ્યાર્થીના પિતા જયેશગીરી રેવાગીરી ગૌસ્વામી અનાજ ની ઘંટી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.વિદ્યાર્થી પ્રતિકે જણાવ્યું હતુંકે તેને માત્ર અભ્યાસ સાથે લગાવ છે અને ઘરની બહાર મિત્રો સાથે ફરવાનું કે ગપ્પા મારવાની ટેવ નથી.તે ઘરમાં રહીને અભ્યાસ કરીને 12 સાયન્સમાં જિલ્લામાં પ્રથમ આવ્યો છે ત્યારે આ વિદ્યાર્થીને ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે.આ વિદ્યાર્થી આઈઆઈટીમાં પ્રવેશ મેળવી
કોમ્પ્યુટર સાયન્સ કરી એન્જીનીયર બનવાનું સ્વપ્ન ધરાવે છે.
પરિવારના સભ્યોએ ખુશી વ્યક્ત કરી હતી અને દાદીમાના આંખોમાં હરખના અશ્રુ છલકાયા હતા.આ તકે તેમના મિત્ર વર્તુળ પણ હાજર રહ્યું હતું.અને દિવેચા કોળી સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા ભગાબાપુ ઉપસ્થિત રહયા હતા અને આ વિદ્યાર્થીને શુભેરછાઓ પાઠવી હતી.
જુઓ આ વિડીયો