પોરબંદર
પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક ન કરવામાં આવતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.જેથી વહેલીતકે નિમણુક કરવા માંગ ઉઠી છે.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ હોવાથી જીલ્લાભર ના દર્દીઓ મોટી સંખ્યા માં સારવાર માટે આવે છે.પરંતુ અહી ગત તા ૧૦ ના રોજ ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રકટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક કરવામાં આવી નથી.જેથી હાલ દર્દીઓ ને ભારે મુશ્કેલી પડી રહી છે.દરરોજ નાના મોટા અકસ્માત સહીત અનેક દર્દીઓ અહી સારવાર માટે આવે છે.ઉપરાંત અગાઉ અહી ઓપરેશન થયા હોય તેવા દર્દીઓ પણ ફોલો અપ માટે આવતા હોય છે.પરંતુ તબીબ ન હોવાથી ન છુટકે તમામ દર્દીઓ ને ખાનગી હોસ્પિટલ નો સહારો લેવો પડે છે.જેથી વહેલીતકે ઓર્થોપેડિક તબીબ ની નિમણુક કરવા માંગ ઉઠી છે.એ સિવાય આંખ ના તબીબ પણ ઘણા સમય થી રજા પર છે અને નાક કાન ગળા ના તબીબ પણ સોમવાર થી ૧૫ દિવસ ની રજા પર જવાના છે.જેથી તેની જગ્યા એ અન્ય તબીબ ની વ્યવસ્થા કરવા પણ માંગ ઉઠી છે.