પોરબંદર
પોરબંદરના પક્ષી અભયારણ્યમાં શ્વાનો તેમજ ગાય દ્વારા ઘુસણખોરી કરવામાં આવે છે.જેમાં શ્વાન દ્વારા અવારનવાર પક્ષીઓ પર હુમલો કરી ઈજાઓ કરવામાં આવે છે.તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.
પોરબંદર શહેર મધ્યે વિશાળ જગ્યા માં પક્ષી અભયારણ્ય આવેલું છે.અહી મોટી સંખ્યા માં સ્થાનિક તથા વિદેશી પક્ષીઓ વસવાટ કરતા હોય છે.જેથી અહી પક્ષીઓ માટે માઉન્ટ પણ બનાવવામાં આવ્યા છે.ઉપરાંત જે પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે.તેને પણ અહી સારવાર માટે રાખવામાં આવે છે.પરંતુ આ અભયારણ્ય માં શ્વાન અને ગાય સહિતના પશુઓ અવારનવાર ઘુસી જાય છે.જેના લીધે પક્ષીઓ ને ખલેલ પડે છે.
શ્વાનો દ્વારા અવારનવાર પક્ષીઓ પર હુમલો કરવાના બનાવ પણ બને છે.તો અગાઉ શ્વાન દ્વારા પક્ષીઓ ના શિકાર ના પણ બનાવ બન્યા હતા.તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રા માં હોવાથી પક્ષીપ્રેમીઓ માં રોષ જોવા મળે છે.અગાઉ વન વિભાગે અભયારણ્ય ફરતે હજારો ના ખર્ચે ફેન્સીંગ મૂકી તેને સુરક્ષિત બનાવવાના દાવા કર્યા હતા.તેમ છતાં હજુ પશુઓ ઘુસી જાય છે.વોકિંગ વે પાસે આવેલ અભયારણ્ય ના દરવાજા ની જાળી તૂટેલી હાલતમાં હોવાથી શ્વાનો અહીંથી ઘુસી જાય છે.પશુઓ ના ત્રાસ ના કારણે પક્ષીઓ અહી વસવાટ કરવાના બદલે ઉડી ને નજીક માં આવેલ છાયા રણ ખાતે ચાલ્યા જાય છે.જેથી પક્ષીઓ માટે ના આ અભયારણ્ય ને પશુઓ ના ત્રાસ માંથી મુક્ત કરવા પક્ષીપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.