પોરબંદર
પોરબંદર ના મિયાણી મરીન પોલીસ મથકના મહિલા એ એસ આઈ મિયાણી ચેકપોસ્ટ ખાતે ટ્રક ચાલક પાસે થી રૂ ૫૦૦ ની લાંચ લેતા જુનાગઢ એસીબી ના હાથે રંગે હાથ ઝડપાયા હતા.જેને એસીબી ની ટીમે પાંચ દિવસ ની રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે રવિવાર બપોર સુધી ના રિમાંડ મંજુર કર્યા છે.
પોરબંદર –દ્વારકા હાઈવે પર આવેલ મિયાણી ચેકપોસ્ટ ખાતે પસાર થતા માલવાહક વાહન ચાલકો પાસે થી રૂ ૨૦૦ થી ૧૫૦૦ સુધી ની લાંચ માંગવામાં આવતી હોવાની માહિતી ના આધારે જુનાગઢ એસીબી ની ટીમે છટકું ગોઠવી મહિલા એએસઆઈ રૂડીબેન નથુભાઈ ઓડેદરા(ઉવ ૪૬)ને એક ટ્રક ચાલક પાસે થી રૂ ૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.જેઓને પોરબંદર એસીબી ની ટીમે પાંચ દિવસ ના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરતા કોર્ટે તેઓના રવિવારે બપોર સુધી ના રિમાન્ડ મંજુર કર્યા હતા.રિમાન્ડ દરમ્યાન લાંચ લેવા માં અન્ય કોઈ ની સંડોવણી છે કે નહી તે સહિતની વિગત સામે આવશે.પોલીસ વિભાગ દ્વારા પણ આ મહિલા એ એસ આઈ વિરુદ્ધ આગામી સમય માં ખાતાકીય પગલા લેવામાં આવશે તેવું જાણવા મળે છે.
જુઓ આ વિડીયો