પોરબંદર
પોરબંદર સહીત રાજ્યભરમાં માછીમારી માટે બોટ માં વપરાતા ડીઝલ ના ભાવ માં ઓઈલ કંપની એ રૂ ૧૨.૫૪ નો ઘટાડો કર્યો છે.પરંતુ હજુ પણ શહેર ના પંપ કરતા આ ભાવ વધુ હોવાથી લડત ચાલુ રાખવાનું આગેવાનો એ એલાન કર્યું છે.
પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારોને ફિશિંગ માં જતી વખતે જેનો સૌથી વધુ ખર્ચ થાય છે.તે ઇંધણ ડીઝલ ના ભાવમાં બે માસ પહેલા લીટરે રૂ. 18નો વધારો કરાયો હતો.આ જંગી ભાવ વધારાથી માછીમારોની હાલત કફોડી બની છે.એકાએક આટલા ભાવવધારા ના કારણે ફિશિંગની એક ટ્રીપના ખર્ચ માં સરેરાશ એક લાખ રૂ જેટલો વધારો થયો હતો.તેની સામે માછલી ની આવક ઓછી હોવાથી ફિશિંગ કોઈ કાળે માછીમારો ને પરવડે તેમ ન હોવાથી મોટાભાગની બોટ સીઝન પૂરી થાય તે પહેલા જ બંદરમાં લાંગરી દેવામા આવી છે.અચાનક વધેલા ભાવથી માછીમારોમાં ભારે રોષ ની લાગણી જોવા મળતી હતી.અનેક રજૂઆત છતાં ભાવમાં ઘટાડો ન થતા માછીમારો ઉગ્ર આંદોલન ની તૈયારી માં હતા.
તે દરમ્યાન ઓઈલ કંપનીઓએ માછીમારો ને આપવામાં આવતા ડીઝલમાં લીટરે રૂ 12.54 નો ઘટાડો કર્યો છે.આ અંગે બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ જણાવ્યું હતું કે ઓઈલ કંપનીએ ભાવ ઘટાડ્યો છે.જે આવકાર્ય છે.તેમ છતાં હજુ પણ આ ભાવ બજાર કરતા લીટરે 3 થી 4 રૂપિયા વધારે છે.ખરેખર તો માછીમારી ઉદ્યોગ દેશ ને કરોડો રૂપિયા નું વિદેશી હુંડીયામણ રળી આપે છે.અને કરોડો લોકો ને રોજગારી આપે છે.તેથી માછીમારો ને ડીઝલ ના ભાવ માં બજારભાવ કરતા પણ વિશેષ છૂટ મળવી જોઈએ.આથી હજુ પણ માછીમારો ની લડત ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું હતું.