Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ચોપાટી નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો ને સોલ્યુશન અને હાઈબોન્ડ ટયુબના નશાથી મુક્ત કરવા અભિયાન

પોરબંદર

પોરબંદર ચોપાટી નજીક ઝુંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતા બાળકો ને સોલ્યુશન અને હાઈબોન્ડ ટ્યુબ કપડા માં રાખી ઊંડા શ્વાસ લઇ ને નશો કરવાની આદત અંગે નશાબંધી શાખા ને જાણ થતા અધિકારીઓ દોડી ગયા હતા.અને બાળકો ને આ પ્રકાર ના નશા માંથી મુક્ત કરવા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

પોરબંદરની ચોપાટી પાસેની ઝુંપડપટ્ટી તથા નજીક ની ફૂટપાથ રહેતા શ્રમિક પરિવારો ના કેટલાક બાળકો તથા તરૂણો સોલ્યુશન અને હાઈબોન્ડ ટયુબનો નશો કરતા હોવાનું બહાર આવ્યું છે.આ બાળકો સોલ્યુશનની ટ્યુબ ને બાઇક સાફ કરવા માટેના કપડામાં રાખીને ઉંડો શ્વાસ લઈને નશો કરતા હતા.આ કેમિકલની તીવ્રતા એટલી બધી તીવ્ર હોય છે કે, બાળકોને નશાનો અનુભવ થાય છે.અને તેઓ ગણતરીની મિનિટોમાં જ ઝુમવા માંડે છે.ક્યારેક બાળકો લવારી પણ કરવા માંડે છે.૫૦ થી ૬૦ રૂ ની કિંમતે વેચાતી આ પ્રકાર ની ટ્યુબ બજાર માં સરળતાથી ઉબલબ્ધ થતા હોવાથી બાળ નશાખોરોને મોકળુ મેદાન મળી ગયું છે.જેના કારણે તેઓના આરોગ્ય ઉપર ગંભીર અસર થતી હતી.

આ અંગે નશાબંધી અધિક્ષક પી. આર. ગોહિલનું ધ્યાન દોરવામાં આવતા તેઓ નશાબંધી શાખા ની ટીમ ને સાથે રાખી ચોપાટી ખાતે દોડી ગયા હતા.અને અહી વસતા લોકો તેમજ તેમનાં બાળકોને વ્યસન અને નશાથી થતાં શારિરીક, માનસિક અને આર્થિક નુકશાન બાબતે સમજણ આપી હતી.અને સોલ્યુશન ટયુબ તથા હાઈબોન્ડ ટ્યુબો વિગેરેનો નશો નહી કરવા સમજણ આપી અને નશાબંધીના કાયદા તેમજ બાળકોના ઉજજવળ ભવિષ્ય વિશે વિચારવાની સમજણ આપી હતી.

ગોહિલે તેઓને સમજણ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારનો નશો જોખમી છે.અગાઉ પણ આ રીતે કર્લીના પુલ નીચેની ઝુંપડપટ્ટીના બાળકો નશો કરતા હતા.અને તેઓનું કાઉન્સેલીંગ કરીને સાચા રસ્તે વાળ્યા હતા.ત્યારે હવે ફરી આ રીતે બાળકો નશા ને આધીન થઇ રહ્યા છે.ત્યારે તેમના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.ત્યારબાદ તમામ બાળકોને નાસ્તામાં બિસ્કીટનું વિતરણ કરાયું હતું.અને બાળકોની સાથો સાથ તેમના માતા પિતાનું પણ કાઉન્સેલીંગ કરીને તેઓને પણ સમજ આપી આવા વ્યસનો થી થતા નુકશાન વિશે માહિતગાર કર્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે