પોરબંદર
ગઈ કાલે વિશ્વ હેરિટેજ દિવસ નિમિતે તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.તો બીજી તરફ પોરબંદરમાં અનેક હેરિટેજ ઇમારતોની જાળવણી માં ઉદાસીનતા ના કારણે આવી જાજરમાન ઈમારતો ની સ્થિતિ દયનિય બની છે.આ ભવ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગઈ કાલે તંત્ર દ્વારા વિશ્વ હેરિટેજ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પોરબંદરમાં અનેક ઐતિહાસિક ધરોહરની દયનિય સ્થિતિ જોવા મળે છે.આ તમામ ધરોહર રાજવીઓ એ પ્રજા ને આપેલ અણમોલ ભેટ સમાન છે.પરંતુ અફસોસ એ વાત નો છે કે આવી અમૂલ્ય ધરોહર નું જતન તંત્ર કરી શકતું નથી.આવા ઐતિહાસિક ઇમારતો ની જાણે તંત્ર દ્વારા ઉપેક્ષા થઈ રહી હોય તેવું આ ઇમારતો ની હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
પોરબંદરની ઐતિહાસિક ધરોહરની વાત કરીએ તો સ્ટેટ લાયબ્રેરી બિસ્માર છે.સ્ટેટ લાયબ્રેરી ખાતે આવેલ ટાવર લાંબા સમયથી ઘડિયાળ વિહોણો નજરે ચડે છે.આ ધરોહરની યોગ્ય જાળવણી ન થતા જર્જરિત જોવા મળે છે.ઉપરાંત જૂની કોર્ટ પણ જર્જરિત હાલતમાં છે.જૂની કોર્ટમા આવેલ ઓરડાઓ અતિ જર્જરિત બન્યા છે અને બારીના કાચ પણ તૂટી ગયા છે.જૂની કોર્ટ ઐતિહાસિક ધરોહર માની એક છે.જેને સાચવવી જરૂરી છે.
આ સિવાય પોરબંદરમાં આવેલ મિડલ સ્કૂલ છેલ્લા દોઢ દાયકાથી બંધ હાલતમાં છે.આ સ્કૂલનો ભૂતકાળ ભવ્ય રહ્યો છે અને આ શાળામાં અભ્યાસ કરીને અનેક છાત્રો ઉચ્ચકક્ષાએ સ્થાન પામ્યા છે.આ સ્કૂલનું બાંધકામ ઘોડાપથ્થરથી બનાવેલ છે.અને ભવ્ય કોતરણી વાળું બિલ્ડીંગ છે. હાલ અહીં ગંદકી નજરે ચડે છે.અને વારંવાર રજુઆત બાદ માત્ર ગેઇટ બનાવી ઇમારતને બંધ કરી દીધી છે.
આ ઉપરાંત શીતલાચોક દરબારગઢ, શિક્ષણ અધિકારીની કચેરી જેવી કલાત્મક કોતરણી ધરાવતી ઈમારતો પણ જર્જરિત છે.આરજીટી કોલેજના એક ભાગ નું નવનિર્માણ કરાયું છે પરંતુ હજુ એક ભાગ જર્જરિત છે જે બનાવવામાં આવ્યો નથી. જેથી ઐતિહાસિક બિલ્ડીંગોનું યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તથા તેની મરામત કરવામાં આવે તેવી પ્રબુદ્ધ લોકો દ્વારા માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો