Friday, March 14, 2025

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે પશુ નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા ધરણા કરી કલેકટર ને આવેદન પાઠવાયું

પોરબંદર

રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા સરકાર દ્વારા પશુ નિયંત્રણ કાયદા અંગેનું બિલ પસાર કરવા સામે પોરબંદર જિલ્લાના માલધારી સમાજ દ્વારા વિરોધ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરી કલેકટરને આવેદન પાઠવી આ કાયદો રદ કરવા માંગ કરી છે.

ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના નેજા હેઠળ પોરબંદર જિલ્લાના માલધારી સમાજના લોકો દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર પ્રતીક ધરણા કાર્યક્રમ યોજાયો હતો.માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતુંકે, ગત તા. 31/3/22ના રોજ વિધાનસભા સત્રમાં સરકારશ દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે.સામાજીક સમરસતા માટે પશુપાલક મહત્વની ભાગ ભજવી રહયો છે.

કોરોનાના કપરાકાળ દરમિયાન અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પૂરું પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે.ગુજરાતે શ્વેત ક્રાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે.વિધાનસભા માં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે.તે તાત્કાલીક પરત ખેંચવું જોઈએ.રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો,રાજ્ય માં આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે 90-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી,જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવવી જોઈએ.

માલધારી સમાજના આગેવાને વધું મા જણાવ્યું હતું કે,અગાઉ જમીન વિહોણા માલધારીઓ પશુપાલન કરતા હોય તેને પશુ નિભાવ માટે મંડળીની જમીન ફાળવવામાં આવતી હતી.આવી જમીનો ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન કરવાની આ નીતિને સહન કરવાના નથી.આ કાયદા નો વિરોધ દર્શાવવા દરેક જીલ્લામા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જો આગમી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસભા ચુંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે.આથી બિલ પરત ખેંચવા માંગ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.અને બપોરે 4 કલાકે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે