પોરબંદર
પોરબંદરના સ્મશાનભૂમિ સામે વોકવે ની કામગીરી શરૂ થઇ છે.જેના કારણે અસ્થિ વિસર્જન અને પિતૃકાર્ય કરવા માટે ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.
પોરબંદરના મુખ્ય સ્મશાનભૂમિ સામે ઈન્દ્રેશ્વર મંદિર પાસેના દરિયા વિસ્તારમાં વોકવે ની કામગીરી ચાલી રહી છે.વર્ષો થી અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન કરવા માટે મૃતકના સબંધીઓ ઇન્દ્રેશ્વર મંદિર પાછળ ના ભાગે આવેલ દરિયામાં અસ્થિ વિસર્જન કરે છે.પરંતુ વોક વેની કામગીરીના કારણે દરિયા સુધી પહોંચવા માટે મૃતકના પરિવારજનોને મુશ્કેલી પડતી હતી.જેથી વારંવાર રજૂઆતના પગલે અસ્થિ વિસર્જન માટે દરિયાકાંઠે સુવિધા ઉપલબ્ધ થઇ છે.પરંતુ ઈન્દ્રેશ્વર મંદિર પાસેથી અસ્થિ વિસર્જન કરવા સુધી પહોંચતો માર્ગ બનાવવામાં આવ્યો નથી.જેથી ડાઘુઓ ને ખડક અને પથ્થરો પર ઉઘાડા પગે ચાલી ને દરિયા સુધી પહોંચી અસ્થી વિર્સજન કરવું પડે છે.
જેથી લોકોને અસ્થિ લઈને પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.અહી પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ડાઘુઓ કરી રહ્યા છે.એ સિવાય ઈન્દ્રેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યા માં લોકો પિતૃ કાર્ય કરવા આવે છે.પિતૃકાર્ય દરમ્યાન પિંડ દાન સહિતની વિધિ માટે દરિયાના પાણી સુધી જવું પડે છે.અને પગમાં ચપ્પલ પહેર્યા વગર જવાનું હોય છે.પરંતુ દરિયાના પાણી સુધી જવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.અને અહી ખડકો અને મસમોટા પથ્થરો પર ઉઘાડા પગે ચાલવું પડે છે.જેથી અહી પણ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
એક તરફ અનેક વખત લોકો દ્વારા અસ્થી વિસર્જન સહિતની પડતી તકલીફો અંગે રજૂઆત કરવામાં આવે છે.પરંતુ અહી જવાબદાર તંત્ર નું કોઈ મોનીટરીંગ થતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.અહી પિતૃ કાર્ય અને અસ્થી વિસર્જન વર્ષો થી થતું આવે છે.પરંતુ આ કામ ચાલુ થયું ત્યાર થી બન્ને માં મુશ્કેલી આવે છે તેમ છતાં તંત્ર અને રાજકીય આગેવાનો આ મામલે શા માટે મૌન સેવી બેઠા છે.અને જરૂરી સુવિધા ઉભી કરવા કોન્ટ્રાક્ટર ને શા માટે સુચના આપવામાં આવતી નથી.તે સવાલો શહેરીજનો માં ઉઠી રહ્યા છે.
જુઓ આ વિડીયો