પોરબંદર
પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરવામાં આવતા તેઓએ વહેલીતકે નિરાકરણ ની ખાત્રી આપી છે.
પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ ની આગેવાની મા બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી દ્વારા માછીમારો/બોટમાલિક ના પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે મત્સ્યોઘોગ મંત્રી જીતુભાઈ ચૌધરી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ને જુદા-જુદા પ્રશ્નો અંગે રજુઆતો કરવામા આવેલ હતી કે હાલ માચ્છીમારોની પરિસ્થિતિ ને ધ્યાને લઇ પોરબંદર સમસ્ત ખારવા સમાજ અને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએસન દ્વારા તાત્કાલિક મીટીંગ કરી મત્સ્યોદ્યોગ ખાતા પાસે મેળવવા નું બાકી રહેતું માર્ચ ૨૦૨૨ સુધીની વેટ રિફંડ ની રકમ તાત્કાલિક માચ્છીમાર બોટ માલિકોને મળી જાય તે માટે વાણોટ પવનભાઈ શિયાળ અને પ્રમુખ મુકેશભાઈ પાંજરી દ્રારા લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ને રજુઆત કરેલ.ત્યારે ધારાસભ્યએ મત્સ્યોદ્યોગ મંત્રીને કહેલ કે વહેલાસર માચ્છીમાર બોટ માલિકોની જરૂરત ને ધ્યાને લઈ વેટ રીફંડ અને પેન્ડીંગ પડેલ કામો વહેલાસર કરવા જણાવેલ.
ત્યારબાદ ગાંધીનગર ખાતે ખારવા સમાજના વાણોટ તેમજ બોટ એસોસીએશન પ્રમુખ દ્રારા રાજ્ય કક્ષાનાં મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઇ ચૌધરીને માચ્છીમાર બોટ માલિકોની પરિસ્થિતી થી વાકેફ કરી તાત્કાલિક આ બાકી રહેતું માર્ચ ૨૦૨૨ સુધીનું વેટ રિફંડ એપ્રિલ ૨૦૨૨ નાં અંત સુધી રકમ માછીમાર બોટ માલિકોનાં બેન્ક ખાતા માં જમા થાય તેવી વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજુઆત કરતા મત્સ્યોદ્યોગ મંત્રીએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ને આ બાબતે જણાવતા ખાત્રી આપેલ કે આ બાકી રહેલ વેટ રિફંડ વહેલી તકે માચ્છીમાર બોટ માલિકોનાં બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.
પોરબંદર મત્સ્યબંદર ખાતે અપગ્રેડેશનની કામગીરી માટે રૂ।.૬૧.૦૦ કરોડ જેવી રકમ ફાળવેલ તેમા ડ્રેજીંગ, વાર્ફવોલ, મીઠા પાણીની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા તેમજ તુટેલ જેટીઓનું સમારકામ માટે ફાળવેલ તેમા રૂ।.૧૫.૦૦ કરોડ જેવી રકમ ધટતી હોય તે રકમ તાત્કાલીક મળી જાય તે બાબતે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી ને જણાંવતા મત્સ્યોદ્યોગ મંત્રી દ્રારા તાત્કાલીક કરી આપવાની ખાત્રી આપેલ હતી.ત્યારબાદ આ બાબતે પોરબંદર ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની આગેવાની હેઠળ બોટ એસોસીએશાન પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ દેવુભાઇ સોનેરી તેમજ ખારવા સમાજનાં પટેલ મનિષભાઈ શિયાળ,નવિબંદર ખારવા સમાજ ના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા પોરબંદર ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આજ બાબતે ભારપુર્વક રજુઆત કરતા મુખ્ય મંત્રી દ્રારા પણ આ બાબત નો તુરંત નિકાલ લાવવા તંત્ર ને સુચના આપી ને વહેલીતકે નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે.
જે બદલ પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઈ શિયાળ તેમજ પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાણા મંત્રી કનુભાઈ દેસાઈ,રાજ્ય કક્ષા મંત્રી મત્સ્યોદ્યોગ જીતુભાઈ ચૌધરી,સાંસદ રમેશભાઈ ધડુક,ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા નો હર્દય પુર્વક આભાર વ્યકત કર્યો હતો.અને આજ રીતે માચ્છીમારોનાં પ્રશ્નો બાબતે સાથ અને સહકાર મળતો રહે તેવી આશા રાખી હતી.