પોરબંદર
પોરબંદર ની લેડી હોસ્પિટલ માં રાત્રી ના સમયે શ્વાન આંટાફેરા કરતા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.અહી શ્વાનો ની ઘુસણખોરી ના કારણે નવજાત શિશુઓ ના જીવ પર પણ જોખમ સર્જાયું છે.ત્યારે હોસ્પિટલ તંત્ર ઊંઘ ઉડાડે તે જરૂરી બન્યું છે.
પોરબંદર ની લેડી રૂપાળીબા હોસ્પિટલ એ એક માત્ર મહિલાઓ માટે ની સરકારી હોસ્પિટલ હોવાથી અહી જીલ્લાભર ની સગર્ભા મહિલાઓ સારવાર અને પ્રસુતિ અર્થે આવતી હોય છે.અહી પ્રસુતિ બાદ નવજાત શિશુઓ ને રાખવા માટે નો વોર્ડ પણ આવ્યો છે.ત્યારે આ હોસ્પિટલ માં રાત્રી ના સમયે શ્વાનો આંટાફેરા કરતા હોય તેવો વિડીયો વાઈરલ થયો છે.કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારી સોશ્યલ મીડિયા માં વાઈરલ કરી હોસ્પિટલ તંત્ર ની બેદરકારી છતી કરી છે.
હોસ્પિટલ નું તંત્ર સમયસર નહી જાગે તો આ શ્વાનો ના કારણે નવજાત બાળકો ના જીવ નું જોખમ પણ સર્જાશે તેવો ભય પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.તાજેતર માં સિવિલ હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ના કેટલાક સિક્યુરીટી ગાર્ડ ને છુટા કરાયા છે.ત્યારે લેડી હોસ્પિટલ ની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.અને લેડી હોસ્પિટલ રાત્રીના સમયે રેઢીપટ હોય તેવું આ વાઈરલ થયેલા વિડીયો પર થી સ્પષ્ટ જણાઈ આવે છે.ત્યારે હોસ્પિટલ તંત્ર સમયસર ઊંઘ ઉડાડે અને સિવિલ સર્જન પણ એસી ઓફીસ ની બહાર નીકળી લેડી હોસ્પિટલની સુરક્ષા પ્રત્યે ગંભીર બને તેવી માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો