પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા હાથીટાંકી પાસે આવેલ નિલકમલ કોમ્પ્લેક્ષ જર્જરિત હોવા અંગે તથા સાત દિવસ માં બિલ્ડીંગ ઉતારી લેવા અથવા જરૂરી રીપેરીંગ હાથ ધરવા અંગે નોટિસ આપવામાં આવતા ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓ રોષે ભરાયા છે. ઈમારત સીલ કરવા આવેલા પાલિકા કર્મીઓ ને વેપારીઓ એ વિરોધ કરી હાંકી કાઢ્યા હતા.
પોરબંદર પાલિકા દ્વારા હાથીટાંકી પાસે આવેલ નિલકમલ કોમ્પ્લેક્ષ ની બહાર ના ભાગે નોટીસ લગાવી જણાવ્યું છે કે આ કોમ્પ્લેક્ષ જૂનું અને જર્જરિત હોવાથી ધરાશાયી થઈ શકે છે.અને જો ધરાશાયી થાય તો આસપાસના લોકોને અને જાનમાલને નુકશાન થઈ શકે છે.જેથી આ બિલ્ડીંગના તમામ દુકાનોના માલિકો અને ભાડુઆત,કબ્જેદારોને 7 દિવસ મા જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવા અથવા જરૂરી રીપેરીંગ કામ કરાવી બિલ્ડીંગને સલામત સ્ટેજમાં લાવવા નોટિસ મારફત જાણ કરી છે.આ નોટિસ ની પગલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વેપારીઓએ જણાવ્યું હતુંકે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો,ઓફિસો માં એક પણ જર્જરિત હાલત માં નથી.તમામ ધંધાર્થીઓ એ દુકાનોમાં ફર્નિચર સાથે રીપેરીંગ કામ કરાવેલ છે.આમ છતાં શુક્રવારથી બિલ્ડીંગની વધુ જાળવણી માટે જરૂરી સમારકામ અને રંગરોગાન કરાવવામાં આવશે.ઉપરના માળે કેટલીક દુકાનો તો વેરો ન ભરવાને કારણે પાલિકા દ્વારા સીલ મારેલ છે.આ બિલ્ડીંગમાં અન્ય ફરિયાદી અને વેપારીના ઝગડામાં તમામ વેપારીઓ કે જેમની દુકાનો અને ઓફિસોનું બાંધકામ ખૂબ સારું છે તેવા વેપારીઓને ભોગ બનાવવા જોઈએ નહીં.
જર્જરિત હોવાનું જણાવી ઈમારત સીલ કરવા આવેલા કર્મચારીઓ ને અહી ઓફિસ ધરાવતા પૂર્વ છાયા પાલિકા પ્રમુખ સુરેશભાઈ થાનકી તથા અન્ય વેપારીઓ એ ઉગ્ર વિરોધ કરી હાંકી કાઢ્યા હતા.વેપારીઓએ જણાવ્યું હતું કે,શહેરમાં અનેક કોમ્પ્લેક્ષો જર્જરિત હાલતમાં છે.અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.તે સ્થળે નોટિસ આપવી જોઈએ તેને બદલે સારી હાલત ધરાવતા કોમ્પ્લેક્ષ ને નોટિસ આપી પાલિકા તંત્ર નાના વેપારીઓને સીલ મારવાની સૂચના આપી ડરાવી રહયા છે જે વ્યાજબી નથી.ઉલ્લેખનીય છે કે પાલિકા નું પોતાનું શોપિંગ સેન્ટર એટલે કે રાણીબાગ ફરતે આવેલી દુકાનો પણ ખુબ જર્જરિત હાલત માં છે.તે સિવાય અનેક કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટ ભયજનક હાલત માં છે.અને લોકો ભય ના ઓથાર તળે જીવી રહ્યા છે.ત્યારે તેવા બિલ્ડીંગ માલિકો સામે કાર્યવાહી કરવાના બદલે સારી હાલત ધરાવતી દુકાનો ના ધંધાર્થીઓ ને સીલ મારવાના નામે પરેશાન કરતા વેપારીઓ માં રોષ જોવા મળે છે.
જુઓ આ વિડીયો