પોરબંદર
પોરબંદરની ખાસ જેલ ખાતે બે કેદીઓ વચ્ચે ન્હાવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલતા બન્ને કેદીઓ ને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.જ્યાંથી એક કેદી ને જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોરબંદરની ખાસ જેલ ખાતે હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કિશોર ભીખુ જુંગી (ઉવ ૪૮) અને દિલીપ અંબાવી ત્રામ્બડીયા (ઉવ ૪૮)વચ્ચે આજે સવારે જેલમાં એક નંબર ના યાર્ડ માં સાત નંબર ના બેરેક નજીક ન્હાવા બાબતે બોલાચાલી થઇ હતી.અને બાદમાં બઘડાટી બોલી હતી.જેમાં દિલીપે કિશોરને માથામાં સ્ટીલનો ગ્લાસ મારી દીધો હતો.જ્યારે ઝપાઝપી દરમ્યાન દિલીપને આંગળીમાં ઈજાઓ થઇ હતી.આથી બન્ને કેદીને સારવાર માટે પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જેમાં કિશોરને સર્જીકલ રિપોર્ટ માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.પોલીસે બન્ને ના નિવેદન લઇ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.