પોરબંદર
પોરબંદરના માધવપુરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આવેલ ત્રિપુરા અને અરુણાચલપ્રદેશની મહિલા કલાકારની તબિયત બગડતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળામાં વિવિધ રાજ્યના ૨૫૦ થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવ્યા છે.અને આ કલાકારોના ગ્રુપને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.ત્યારે ત્રિપુરાથી આવેલ મનિષા રિયામ નામની આર્ટીસ્ટ ને આજે પેટમાં દુખાવો તથા ચક્કર અને ઉબકા આવતા હતા.તથા અરુણાચલ પ્રદેશથી આવેલ સીરા મેથો નામની આર્ટીસ્ટ ને પણ પેટમાં દુખાવો ઉપડ્યો હતો.અને ઉલટી થતી હતી. જેથી બન્નેને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.ફરજ પર ના તબીબે જણાવ્યું હતું કે બન્ને ને પેટમાં ચેપ લાગ્યો હોય અથવા ગરમી તથા ઉકળાટ ના કારણે બીમાર પડી હોવાની શક્યતા છે.હાલ તેની સારવાર ચાલુ છે.અને તબિયત પણ સારી છે.
જુઓ આ વિડીયો