પોરબંદર
પોરબંદરના રામધૂન મંદિર ખાતે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી.રામ જન્મોત્સવને લઈને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
પોરબંદરમાં આવેલ અખંડ રામધૂન મંદિર ભાવિકો માટે શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે.અહી અખંડ રામધુન ની શરૂઆત તા ૧૭/૫/૧૯૬૭ ના દિવસે કરવામાં આવી હતી.રામનવમી નિમિતે અહી વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું.જેમાં સવારે ૮-૩૦ વાગ્યે વિશેષ પૂજન આરતી,૧૧ વાગ્યે પૂજન,૧૨ વાગ્યે શ્રી રામ જન્મ આરતી દર્શન અને રાત્રે ૮ વાગ્યે પણ પૂજન બાદ આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.રામનવમી નિમિતે મંદિર ને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે.
૫૪ વરસ થી અહી ટાઢ,તાપ વરસાદ અને વાવાઝોડા સહિતની વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહી અવિરત રામધુન ચાલી રહી છે.છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી દરમ્યાન મંદિરો બંધ રહયા હતા.આ વખતે છૂટછાટ મળતા ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.રામનવમી ના દિવસે અંદાજે 80 હજારથી 1 લાખ લોકોએ આ મંદિરે દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
જુઓ આ વિડીયો