પોરબંદરમાં ભાજપ કાર્યાલય નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ શ્રી જલારામ હોસ્પિટલ ખાતે જલારામ જયંતી નિમિત્તે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
પોરબંદરના જાણીતા તબીબ ડો. જય બદિયાણી અને તેમના પત્ની ડો. યશસ્વીની બદિયાણીએ જણાવ્યુ છે કે પોરબંદરમાં જલારામ જયંતી નિમિત્તે તેમની શ્રી જલારામ હોસ્પિટલ ખાતે સવારે ૯ થી ૧ દરમ્યાન સંપૂર્ણપણે વિનામૂલ્યે સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ શ્રી જલારામ હોસ્પિટલ ખાતે નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત ડો. જય બદિયાણી તથા આંખના સર્જન ડો. યશસ્વિની બદિયાણી બંને પતિ-પત્ની ગુજરાતની પ્રથમ નંબરની બી.જે. મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલ અમદાવાદથી અભ્યાસ કરીને પોરબંદરના લોકોને સારામાં સારી આરોગ્યલક્ષી સુવિધા ઘર આંગણે રાહતદરે પ્રાપ્ત થાય તે માટે શ્રી જલારામ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા યાદી પાઠવવામાં આવી છે.
ડો જય બદીયાણી સિવિલ હોસ્પિટલ ના બાળરોગ વિભાગ નો બહોળો અનુભવ ધરાવે છે અને એમડી પીડીયાટ્રીક્સ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમજ તેઓના સચોટ નિદાન અને સારવાર ના કારણે ઘણા ક્રિટીકલ કેસો માં પણ બાળકો ને જીવતદાન મળ્યું છે.અને તેમના પત્ની ડો યશસ્વિની પણ તેમના ક્ષેત્ર માં ખુબ જ નિષ્ણાત આંખ ના તબીબ તરીકે જાણીતા છે.















