પોરબંદર
પોરબંદર ના છાયા માં આવેલ સુલભ શૌચાલય અને સ્નાનઘરની ગંદકી અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા આજે તમામ કચરો એકત્ર કરી ચીફ ઓફિસરની ચેમ્બર માં ઠાલવી કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી હતી.
પોરબંદર ના છાયામાં વોર્ડ નં. ૧૨માં મુખ્ય માર્ગ પર સ્કુલ અને પોસ્ટ ઓફીસ નજીક શુલભ શૌચાલય અને સ્નાનાઘર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.પરંતુ પાલિકા દ્વારા લાઈટ બીલ ન ભરવામાં આવતા ત્રણ માસ થી વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.તથા પાલિકા દ્વારા ઘણા સમય થી અહી પાણીની વ્યવસ્થા અને સફાઈ ન કરવામાં આવતા ગંદકીના ગંજ ખડકાયા હતા.જેથી લોકો શૌચાલય કે સ્નાનઘર નો ઉપયોગ કરી શકતા ન હતા.જે અંગે સ્થાનિકો એ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને જાણ કરતા તેઓ કાર્યકરો સાથે દોડી ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ ચોંકી ઉઠ્યા હતા કારણ કે ત્યાં ચારે તરફ ગંદકીનું સામ્રાજય ફેલાયેલું હતું અને દેશી દારૂની કોથળીઓ તથા દારૂની ખાલી બોટલો અને ગોદડી તથા ઓશિકા પડ્યા હતા.
જેથી અહી અનૈતિક કૃત્યો પણ થતા હોવાનું જણાતા કોંગ્રેસ દ્વારા પાલિકા ને આ અંગે રજૂઆત કરી સફાઈ ની માંગ કરી હતી.પરંતુ પાલિકા દ્વારા પગલા ન લેવામાં આવતા આજે નાથાભાઈ ઓડેદરા તથા કોંગી કાર્યકરો એ દારૂની ખાલી બોટલો સહીત તમામ કચરો એકત્ર કરી પાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા.અને કચરો ચીફ ઓફિસરની ચેમ્બર માં ઠાલવી વહેલીતકે સ્નાનઘર અને શૌચાલય ની સફાઈ કરી કાર્યરત કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી ની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
જુઓ આ વિડીઓ