Sunday, October 19, 2025

|| तुम रक्षक काहू को डरना ||

સ્નેપચેટ માં પરિચય થતા લાઠી ની મુકબધીર યુવતી પોરબંદર ના યુવાન ને મળવા આવી પહોંચી:યુવાને ફોન ન ઉપાડતા અભયમ ટીમ દ્વારા કરાઈ મદદ

પોરબંદરના યુવાન સાથે લાઠીની દિવ્યાંગ યુવતીને પરિચય થયા બાદ તેને મળવા પોરબંદર આવતા યુવાને ફોન રીસીવ કર્યો ન હતો આથી રાત્રે આમતેમ ભટકી રહેલ યુવતી ની મદદે ૧૮૧ અભયમ ટીમ પહોંચી હતી અને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો હતો.

પોરબંદર અભયમ ૧૮૧ની ટીમને એસ.ટી. બસ સ્ટેશન નજીક ફૂવારા પાસેથી ૧૪ ઓક્ટોબરની રાત્રિના ૧૨ કલાક આસપાસ જાગૃત નાગરિકે અજાણી યુવતીની સહાય માટે મદદ માંગતા ૧૮૧ કાઉન્સીલર નીરુપાબેન બાબરિયા તથા કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા તુરંત મદદે દોડી ગયા હતા નાગરિકે આ અજાણી યુવતી રેલ્વે સ્ટેશન નજીકથી મળી આવી હોવાનું જણાવ્યું હતું ૧૮૧ ટીમે યુવતી નું કાઉન્સિલિંગ કરતા તે મુકબધીર હોવાનું જાણવા મળ્યું હતું આથી તેની પાસે રહેલ ડોક્યુમેન્ટની ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ યુવતી મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામની રહેવાસી છે

તે પોરબંદરના એક યુવક સાથે સ્નેપ ચેટ ઉપર વાત કરતી હતી ત્યાર બાદ તેને મળવા પોરબંદર આવી હતી પરંતુ યુવક નું નામ સરનામું ખબર ન હોવાથી તેમજ યુવક ફોન રીસીવ કરતો ન હોવાથી તે આમથી તેમ ભટકી રહી છે આથી ૧૮૧ ની ટીમે લાઠી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી અને યુવતી ની ગુમ નોંધ નોંધાયેલી છે કે કેમ તે બાબતે માહિતી મેળવી હતી અને રાત્રીનો સમય હોવાથી તેને હાલ આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં સહારો આપવામાં આવ્યો છે તેમજ યુવતીના પરિવારજનોને પણ આ બાબતની જાણ કરતા તે યુવતીને લેવા માટે નીકળી ગયા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે