પોરબંદર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વિવિધ સ્થળો એ થી દૂધ,ઘી ,બિસ્કીટ વગેરે ના ૧૮ નમુના લેવામાં આવ્યા છે જેના રીપોર્ટ આવશે ત્યાં સુધી માં તહેવારો પણ પૂર્ણ થઇ જશે અને આવા ખાદ્યપદાર્થ નું વેચાણ પણ અનેકગણું થશે.
પોરબંદર મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આગામી દિપાવલીના તહેવારોને અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ દુધની ડેરી, રેસ્ટોરન્ટ, તેમજ બેકરીની દુકાનોમાં તપાસણી કરી દુધ, ઘી, પનીર, માવા, તેમજ બેકરી પ્રોકડટ-બિસ્કીટ, નાનખટાઇ, ટોસના કુલ ૧૮ નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં મોકલ્યા છે.
જેમાં નેશનલ બેકરી, એ-વન બેકરી, ઇગલ બેકરી, આસ્થા બેકરી, સ્વાગત રેસ્ટોરન્ટ, ફેસ્કો ફુડસ(પીઝા પીલ), જગદીશ ડેરી, કોટેચા ડેરી, જય જલારામ ડેરી, હર્ષદકુમાર ભગવાનજી, જય સોમનાથ ડેરી, રજવાડી ડેરી, યશ જનરલ સ્ટોર, પ્રવિણભાઇ જાંબુવાળા, મેઘધનુષ ડેરી સહીતના ૧૫ પેઢીમાંથી નમુના લેવાની કાર્યવાહી કરાઈ છે .જો કે આ તમામ સેમ્પલ ના રીપોર્ટ આવશે ત્યાં સુધી માં તહેવારો પણ પૂર્ણ થઇ જશે અને આવા ખાદ્યપદાર્થ નું વેચાણ પણ મોટી માત્રા માં તહેવાર દરમ્યાન થઇ જશે ત્યારે રીપોર્ટ માં થતો વિલંબ નિવારી તાત્કાલિક રીપોર્ટ મળે તો જ આ ચેકિંગ સાર્થક થાય તેવું જાણકારો માની રહ્યા છે.
