રાણાવાવ માં સગીરા નો પીછો કરી જાતીય સતામણી કરનાર શખ્સ ને કોર્ટે ૩ વર્ષ ની સખ્ત કેદની સજા ફટકારી છે.
રાણાવાવ ના આંબેડકર નગરમાં રહેતો યજ્ઞેશ ઉર્ફે યોગેશ દેવા મકવાણા નામનો શખ્સ સગીરા સાથે જબરદસ્તીથી પ્રેમસંબંધ બાંધવા અને શરીરસંબંધ બાંધવાની માંગણી કરી અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરતો હતો. યોગેશ તા.૧૨-૫થી તા. ૨૩-૫ સુધી સતત પરેશાન કરતા અંતે સગીરા ના પિતા એ યોગેશ સામે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૧૧ દસ્તાવેજી પુરાવાઓ તથા ૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી યજ્ઞેશ ઉર્ફે યોગેશને એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દવારા તકસીરવાન ઠરાવી ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.