પિતાએ રજીસ્ટર સાટા ખત કર્યુ હોય તો પુત્રએ દસ્તાવેજ કરી આપવો પડે તે પ્રકારનો ચૂકાદો પોરબંદરની કોર્ટે આપ્યો છે.
સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી હવે મીલ્કત સબંધેનું સાટા દસ્તાવેજ રજીસ્ટર હોવું ફરજીયાત કરેલ હોય અને તો જ એ એવીડન્સ એકટ નીચે ગ્રાહ્ય રહેતુ હોય અને તે રીતે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના વતની નાથાભાઈ રામભાઈ કેશવાલાએ ભગવાનજીભાઇ ખીમજીભાઈ વાછાણીની માલિકીની ખેતીની જમીનકે જે કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે આવેલી હોય અને તે જમીનનું ખરીદી કરવાનું તા. ૧-૩-૨૦૧૬ના રોજ રજીસ્ટ્રર સાટા દસ્તાવેજ કરાવેલુ હોય અને સુથીની રકમ પણ ચુકવી આપેલી હોય અને તા. ૨૯-૧-૨૦૧૭ની પાકુ અઘટા વેચાણ દસ્તાવેજ કરવાની મુદત નકકી થયેલી હતી.
પરંતુ તે પહેલા જ તા.૯-૭-૨૦૧૬ના રોજ ભગવાનજીભાઈ કણબીનું અવશાન થઇ જતા અને તેથી પાકુ અઘાટ વેચાણ દસ્તાવેજ થઇ શકે તેમ ન હોય અને તેની પત્ની તથા સંતાનો દ્વારા પાકુ અઘાટ વેચાણ દસ્તાવેજ કરવાની ના પાડી દેતા તથા ખરીદનાર નાથાભાઇ કેશવાલા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે સાટા દસ્તાવેજની મુદત અનુસંધાને દસ્તાવેજ કરી આપવાની લીગલ નોટીસ પણ કરેલી હતી. પરંતુ આમ છતાં વારસોએ દસ્તાવેજ ન કરી આપતા પોરબંદરની કોર્ટમાં સાટાખાતના અમલ કરવાનો દાવો કરેલો હતો.
અને તેથી તે અનુસંધાને ભગવાનજીભાઇના વારસો દ્વારા પોતે સાટા ખત કરેલ ન હોય તેથી અમલ કરવાનો પ્રશ્ન રહેતો નથી. તેવો બચાવ પણ કરેલો હતો. પરંતુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઈ મુજબ તથા હિન્દુ વારસાઇ ધારાની જોગવાઈ મુજબ જ્યારે પિતાએ તેની હૈયાતીમાં કોઈ કાયદેસરનું કૃત્ય કરેલુ હોય ત્યારે તેનું અમલ કરવાની જવાબદારી તેના વારસોની પણ બનતી હોય છે અને તે રીતે એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા વિગતવારની દલીલો કરતા અને તે સબંધે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો પણ રજૂ કરતા કે જેમાં વારસોએ પણ જે રીતે પિતાની મિલ્કત પ્રાપ્ત થાય છે. તે રીતે પિતાની જવાબદારી અદા કરવાની પણ ફરજ હોય તેવુ ઠરાવેલુ હોય અને થયેલ સાટાખત હોય અને તેથી તેનો અમલ કરવાની તમામ વારસોની જવાબદારી હોવાનું ઠરાવી પોરબંદરના પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ પટેલ દ્વારા તમામ વારસોને કોર્ટના હુકમની તારીખથી ૬૦ દિવસમાં સાટાખતનો અમલ કરી ખરીદનાર જોગ પાકુ અઘાટ વેચાણ દસ્તાવેજ કરી આપવાનો હુકમ કરેલ છે અને સાથે સાથે દસ્તાવેજ ન થાય ત્યાં સુધી મિલ્કત કોઇને વહેચવી નહી તેવો મનાઇ હુકમ પણ આપેલ છે. અને તે રીતે પિતાએ કરેલા રજીસ્ટર્ડ સાટાખત અમો અમલ પત્ની તથા સંતાનોને કરવો પડે તેવુ આ ચુકાદાથી સ્પષ્ટ થયેલ છે.
આ કામમાં વાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતા.