પોરબંદર માં પારિવારિક માહોલ માં રુમઝુમ રાસોત્સવ ૨-૨૫ નો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યા માં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મન મૂકી રાસગરબા ની રમઝટ બોલાવી હતી.
દર વર્ષે ખેલૈયાઓ જેની આતુરતા થી રાહ જોતા હોય છે તે રુમઝુમ રાસોત્સવ નો આ વર્ષે પણ દબદબાભેર પ્રારંભ કરાયો છે.રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૫નું ચોપાટી પાર્ટીપ્લોટ ગ્રાઉન્ડ માં ભવ્ય આયોજન કરાયું છે આ આયોજન નાં ચેરમને જીજ્ઞેશભાઈ હિમતલાલ કારિયા (પ્રમુખ , પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ) ના માર્ગદર્શન હેઠળ યોજાતા આ નવરાત્રી નાં આયોજન નાં પ્રથમ દિવસે નવરાત્રી નાં પ્રથમ નોરતે માં જગદંબા ની આરધના અને નવ દિવસ ની મહાપર્વ ની ઉજવણીનાં આયોજન રૂપે મંગલદીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી જયવલ્લભ બાવા તેમજ સ્વામી ભાનુ પ્રકાશજીનાં વરદ હસ્તે કરાયું હતું આ માંગલીય ઉદ્દઘાટનમાં સર્વ પ્રથમ આરતી અને પૂજા કરી દીકરા દીકરીઓ રાસ ગરબે રમી અને ઝૂમ્યા હતા રાસોત્સવ માં પ્રથમ દિવસે અંદાજીત ૩૫૦૦ થી ૪૦૦૦ વેપારી આલમ તેમજ જાહેર જનતા એ રાસ ગરબા નિહાળી અને ઝૂમ્યા હતા આ રૂમઝૂમ રાસોત્સવ માં ખાસ કરીને અદ્દભુત તથા નિહાળવા લાયક હોય તેવા જુનીયર કિડ્સ તેમજ સીનીયર કિડ્સ માં દીકરા દીકરીઓ ખુબ બહોળી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવ્યા હતા.
આ રૂમઝૂમ રાસોત્સવ માં ૬૦,૦૦૦ વોલ્ટની લાઈનર સાઉન્ડ સીસ્ટમ રામભાઈ દ્વારા લગાડવામાં આવી છે અને ઓરકેસ્ટ્રા તરીકે નીલેશ ઝાલા ગ્રુપ એ ધૂમ મચાવી હતો તો લાઈટીગ ડેકોરેશન માં પ્રીતેશભાઈ હિન્ડોચા દ્વારા આ ગ્રાઉન્ડ માં રોશની નો ઝગમગાટ કરી અદ્ભુત માહોલ ખડો કર્યો હતો તેમજ બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થા આભુષણ મંડપ દ્વારા ૪૦૦૦ ખુરશીની બેઠક વ્યવસ્થા કરી અને લોકો નો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી ત્યારે રૂમઝૂમ રાસોત્સવ ની કેન્ટીન માં અલગ અલગ વેરાયટી ની વાનગીઓ ઢોસા હાઉસ વાળા ધવલભાઈ પોપટ દ્વારા તેમજ ઠંડા -પીણા , વાડીલાલ આઈસ્ક્રીમ અને ખાસ કરીને પ્રણામ ગોલાની ઓરીયો સેક તેમજ કોલ્ડ કોફી એ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ રૂમઝૂમ રાસોત્સવ માં આવેલ ખેલૈયાઓ એ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખુબ જ હોશ થી નવરાત્રી ની રંગત જમાવી અને આનંદ માણ્યો હતો.
જે રાસોત્સવમાં માં મહેમાન બની ઉપસ્થિત રહેવું એ પણ લ્હાવો છે તેવા આ આયોજન માં અતિથી વિશેષ તરીકે કલેકટર એસ ડી ધાનાણી , ડી.ડી.ઓ ચૌધરી ,મ્યુ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ ,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ,પૃથ્વી બાબુભાઈ બોખીરીયા , ભાજપ જીલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારી , શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી , રામદેભાઈ મોઢવાડિયા ,રામભાઈ ,સામતભાઈ ઓડેદરા ,કેશુભાઈ વાઢેર , ડો.સુરેશ ગાંધી , ધર્મેશ પરમાર , વિજયભાઈ બુદ્ધદેવ , નરેન્દ્રભાઈ કાણકિયા વિપુલભાઈ ઠકરાર વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રૂમઝૂમ રાસોત્સવ પોરબંદર ખાતે એક અલગ તરી આવે છે તેમજ વેપારી આલમ અને મહાજન વર્ગ બહોળી સંખ્યા માં ઉપસ્થિત હોય ત્યારે આ આયોજન સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા , રાજુભાઈ બદીયાણી, જય કોટેચા , અજય કોરડીયા , પ્રદીપભાઈ મોનાણી, વિમલ લાખાણી, દેવ દત્તાણી , રાજ પોપટ, જયેશ ગજ્જર , ચિરાગ કારિયા , ડેનીશ કારીયા , અનીલ માંડલિયા , દીપેન બારાઈ , જયંત નાંઢાં ,સંદીપ રાણીગા , જીજ્ઞેશ લાલચેતા , દર્શિત કારિયા , સંજય રાણીંગા , કેતન જોગિયા , ચિરાગ ઠકરાર , ભરત કોટેચા ,જયેશભાઈ પોપટ ,પરેશ લાખાણી, કમલ ઠકરાર વગેરે જહેમત ઉઠાવી છે જયારે સમગ્ર આયોજન નું સંચાલન જયભાઈ કોટેચા એ કર્યું હતું



















