પોરબંદરમાં મહિલાને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન નું પૂછતા તેને માર મરી પુત્રને પણ મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરની મહિલા એ ઉદ્યોગનગર પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ બોખીરા વિસ્તારમાં રહેતા નિલેશ ઉર્ફે પિલ્લો ખૂટી નામના શખ્સે તેને ૨૬-૬ થી ૨૦-૯ દરમ્યાન ના સમયગાળા માં લગ્નની લાલચ આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાએ નિલેશ ને લગ્ન ક્યારે કરીશ? તેમ પૂછતા નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને મહિલાને ઢીકા પાટુ નો માર માર્યો હતો. આંખ માથા અને પેટના ભાગે ઉપરાંત ગુપ્તાંગમાં પણ માર મારીને ઈજા પહોંચાડી હતી. તથા બેફામ ગાળો દઈને તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લગ્ન કરવાની ના પાડી હતી. અને જો આ વાત કોઈને કરીશ તો તને અને તારા દીકરાને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.